Gujarat Exclusive > દેશ-વિદેશ > મુંબઈ: શરજીલ ઈમામના સર્મથનમાં નારા લગાવનાર ઉર્વશી ચૂડાવાલા સહિત 51 વિરૂદ્ધ દેશદ્રોહનો કેસ

મુંબઈ: શરજીલ ઈમામના સર્મથનમાં નારા લગાવનાર ઉર્વશી ચૂડાવાલા સહિત 51 વિરૂદ્ધ દેશદ્રોહનો કેસ

0
483

મુંબઈ: શહેરના આઝાદ મેદાનમાં શરજીલ ઈમામના સમર્થનમાં સુત્રોચાર કરવા મામલે સામાજિક કાર્યકર્તા ઉર્વશી ચૂડાવાલા સહિત 51 લોકો વિરૂદ્ધ FIR દાખલ કરવામાં આવી છે. આ મામલે આઝાદ મેદાન પોલીસ સ્ટેશનમાં ઈન્ડિયન પિનલ કોડની કલમ 124-એ (રાજદ્રોહ), 153-બી, , 505 અને 34 અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, 1 ફેબ્રુઆરીએ આઝાદ મેદાનમાં “મુંબઈ પ્રાઈડ સોલિડેરિટી ગેધરિંગ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આરોપ છે કે, આ કાર્યક્રમમાં દેશદ્રોહના આરોપ હેઠળ ધરપકડ કરવામાં આવેલા આરોપી શરજીલ ઈમામના સમર્થનમાં વિવાદાસ્પદ સુત્રોચાર કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં વિવાદિત નારાઓને પગલે ભાજપના અનેક નેતાઓએ સવાલ ઉઠાવ્યા હતા. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપ નેતા દેવેન્દ્ર ફડણવીસે ટ્વીટર પર એક વીડિયો શેર કરીને આ પ્રદર્શન પર સવાલ ઉઠાવ્યો હતો.

બીજી તરફ ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ કિરીટ સોમૈયાએ જણાવ્યું હતું કે, જો પોલીસ 72 કલાકની અંદર આવા લોકો વિરૂદ્ધ કેસ દાખલ નહી કરે, તો આઝાદ મેદાન પોલીસ સ્ટેશન બહાર ધરણાં કરવામાં આવશે.

જણાવી દઈએ કે, અસમને ભારતથી અલગ કરવાના ભડકાઉ ભાષણ બાદ શરજીલ ઈમામ ચર્ચામાં આવ્યો હતો. CAA વિરોધી સભા દરમિયાન શરજીલે ભડકાઉ ભાષણ આપ્યું હતું. દેશના બે ટૂકડા કરવા જેવા વિવાદિત ભાષણ બાદ છૂપાઈ ગયેલા શરજીલની બિહારના જહાનાબાદ સ્થિત તેના ઘરેથી પોલીસે ધરપકડ કરી છે.

મહારાષ્ટ્ર સરકારે ‘ફોન ટેપિંગ’ની તપાસ માટે સમિતીની રચના કરી