Gujarat Exclusive > IPL 2021 > MI vs SRH: મુંબઈ ઈન્ડિયનની શાનદાર બોલિંગ, SRHની સતત ત્રીજી હાર

MI vs SRH: મુંબઈ ઈન્ડિયનની શાનદાર બોલિંગ, SRHની સતત ત્રીજી હાર

0
75

ઈન્ડિયન પ્રીમિયર લીગની મેચમાં મુંબઇ ઇન્ડિયન્સે સનરાઇઝર્સ હૈદરાબાદને 13 રને હરાવ્યું. આ સાથે, આ સિઝનમાં હૈદરાબાદની સતત ત્રીજી હાર છે. ટોસ જીત્યા બાદ મુંબઇ ઈન્ડિયન્સની ટીમ પ્રથમ બેટિંગ કરવા ઉતરી અને 20 ઓવર 5 વિકેટ ગુમાવીને 150 રન બનાવ્યા. જેના જવાબમાં સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ 19.4 ઓવરમાં 137 રનમાં ધરાશાઇ ગઈ.

શરૂઆતનાં 5 ઓવરમાં 50 રન ફટકારનારી હૈદરાબાદની ટીમ 10 વિકેટ બાકી હોવા છતાં છેલ્લી 15 ઓવરમાં 100 રન બનાવી શકી નહતી. હૈદરાબાદને છેલ્લી ઓવરમાં જીતવા માટે 16 રનની જરૂર હતી, જે બનાવવામાં તે નિષ્ફળ રહી હતી. મુંબઇ તરફથી ટ્રેન્ટ બોલ્ટ અને રાહુલ ચહરે 3-3 વિકેટ ઝડપી હતી. તે ઉપરાંત બુમરાહ અને ક્રુનાલના ખાતામાં 1-1 વિકેટ ગઈ હતી. આ જીત સાથે મુંબઇની ટીમ પોઇન્ટ ટેબલમાં ટોચ પર પહોંચી ગઈ છે.

યુવા સ્પિનર ​​રાહુલ ચહર (19/3), ઝડપી બોલર જસપ્રિત બુમરાહ (14/1) અને ટ્રેન્ટ બોલ્ટ (28/3) ની ખૂબ જ મજબૂત બોલિંગને કારણે મુંબઈ ઈન્ડિયન્સ (MI) એ સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) ને 13 રનથી હરાવ્યું. આ સાથે જ મુંબઈની ટીમે IPL -2021 માં 3 માંથી બે મેચ જીતીને પોઇન્ટ ટેબલમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. તેના 4 પોઇન્ટ છે અને તે નેટ રનરેટના આધારે વિરાટ કોહલીના રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) કરતા આગળ છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat