વૉશિંગ્ટન: મુંબઈના ડાન્સ ગ્રુપ વી અનબીટેબલ (V.Unbeatable)એ “અમેરિકા ગોટ ટેલન્ટ: ધી ચેમ્પિયન્સ” (America’s Got Talent)ની બીજી આવૃતિમાં જળહળતો વિજય મેળવ્યો છે. આ વી અનબીટેબલને સોમવારે આંતરરાષ્ટ્રીય મંચ પર આ ગૌરવ પ્રાપ્ત થયું. “અમેરિકા ગૉટ ટેલેન્ટ”ના સત્તાવાર પેજ પર વી અનબીટેબલને જીતની શુભેચ્છા પાઠવતા લખવામાં આવ્યું કે, તમને આ નવી જીતની ખૂબ શુભેચ્છા…#AGTChampions.
હાલ ઈન્ટરનેટ પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં પરિણામ સાંભળ્યા બાદ ડાન્સ ગ્રુપના દરેક સભ્યો એકબીજાને ગળે ભેટી રહ્યાં છે. આ શૉમાં ઉપસ્થિત પ્રેક્ષકો પણ ઉભા થઈને તાળીઓના ગડગડાટ સાથે તેમને સમ્માન આપતા જોઈ શકાય છે.
Give it up for your new #AGTChampion winners, @v_unbeatable! 🏆 pic.twitter.com/Ov4gkqnaEm
— America’s Got Talent (@AGT) February 18, 2020
આ ગ્રુપમાં કુલ 29 ડાન્સર્સ છે. જે વર્ષ 2019માં પણ અમેરિકામાં આ શૉમાં ભાગ લઈ ચૂક્યા હતા. જો કે ગત વર્ષે તેમણે શૉમાં ચોથુ સ્થાન મળ્યું હતુ, પરંતુ આ વખતે ટ્રોફી તેમને જ મળી છે.
This incredible performance by @v_unbeatable and @travisbarker cemented their legacy as the best in the world! pic.twitter.com/Te8YsCT6b5
— America’s Got Talent (@AGT) February 18, 2020
V.Unbeatableને દર્શકોને ભરપુર પ્રેમ મળ્યો. તાજેતરતમાં બોલિવૂડ અભિનેતા રણવીર સિંહે પણ V.Unbeatableના વખાણ કરીને તેમનો ઉત્સાહ વધાર્યો હતો. હું આ ડાન્સ ગ્રુપને શુભેચ્છા પાઠવુ છું. હું તેમને એટલું જ કહેવા માંગુ છું કે, વૈશ્વિક મંચ પર તમે જે પ્રાપ્ત કર્યું તે અભૂતપૂર્વ છે. તમે સમગ્ર દેશનું દિલ જીતી લીધું. અમને તમારા પર ગર્વ છે.
જણાવી દઈએ કે, અમેરિકા ગૉટ ટેલેન્ટમાં ગયા પહેલા પણ વી અનબીટેબલ ડાન્સ પ્લસ 4 સહિતના રિયાલિટી શૉમાં પરફોર્મ કરીને ભારતમાં આગવી ઓળખ ઉભી કરી ચૂક્યું છે. એવામાં અમેરિકા ગૉટ ટેલેન્ટ જેવા મંચ પર ધૂમ મચાવવી અને જીતવુ વખાણવા લાયક છે.
ભારતમાં રહે છે ટ્રમ્પનો ‘જબરા ફેન‘, અમેરિકન રાષ્ટ્રપતિને ભગવાન માની રોજ કરે છે પૂજા