Gujarat Exclusive > દેશ-વિદેશ > કોરોનાનો ખૌફ: મુંબઈના જાણીતા સ્ટેડિયમને બનાવાયું ક્વોરેન્ટાઈન સેન્ટર

કોરોનાનો ખૌફ: મુંબઈના જાણીતા સ્ટેડિયમને બનાવાયું ક્વોરેન્ટાઈન સેન્ટર

0
391

મુંબઈ: દેશમાં કોરોના વાઈરસનો કહેર દિન-પ્રતિદિન સતત વધી રહ્યો છે, ત્યારે મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસના પોઝિટિવ કેસોમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કોરોનાના પોઝિટિવ કેસોની સંખ્યા 1200ની ઉપર પહોંચી ચૂકી છે, ત્યારે કેન્દ્ર સરકાર સાથે મહારાષ્ટ્ર સરકાર પણ કોરોનાને હરાવવા માટે તમામ શક્ય પ્રયત્ન કરી રહી છે.

આ દરમિયાન સંકટની સ્થિતિને જોઈને મહારાષ્ટ્ર સરકારે વર્લીના નેશનલ સ્પોર્ટ્સ ક્લબ ઓફ ઈન્ડિયા (NSCI) ડોમને એક મોટા ક્વોરેન્ટાઈન સેન્ટરમાં ફેરવી નાંખ્યું છે. આ NSCI સ્ટેડિયમમાં અંદાજે હજારો બેડની વ્યવસ્થા કરવામાં આવી છે.

કોરોનાથી ઉભી થયેલી ગંભીર સ્થિતિને પગલે તકેદારીના ભાગરૂપે BMCએ પણ મુંબઈમાં હવે માસ્ક પહેરીને જ ઘરની બહાર નીકળવાનું ફરજિયાત કરી દીધુ છે. મહારાષ્ટ્ર સરકારની સખ્તીનું કારણ એ પણ છે કે, આ બુધવારે મહારાષ્ટ્રમાં મૃત્યુદર 6.3 ટકા રહ્યો હતો. જણાવી દઈએ કે, મહારાષ્ટ્રમાં એક દિવસમાં સૌથી વધુ 18 કોરોના દર્દીઓ મોતને ભેટ્યા છે.

મહારાષ્ટ્રમાં કોરોના પોઝિટિવનો આંકડો 1300ને પાર
સમગ્ર દેશમાં કોરોના વાઈરસનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. એમાં ખાસ કરીને મહારાષ્ટ્રમાં કોરોનાનો સૌથી વધારે ખૌફ જોવા મળી રહ્યો છે. મહારાષ્ટ્રમાં કોરોના પોઝિટિવ કેસો સતત વધી રહ્યાં છે અને હાલ કુલ 1365 કોરોના પોઝિટિવ કેસો સામે આવ્યા છે, જ્યારે 97 લોકો મોતને ભેટ્યાં છે.

કોરોના વાયરસના કારણે વર્તમાન સ્થિતિમાં તમારા સુધી ન્યૂઝ પેપર પહોંચી રહ્યાં નથી, તેવામાં દેશ-દુનિયાના અને ખાસ કરીને ગુજરાતના સમાચારો માટે તમે ગુજરાત એક્સક્લૂઝિવના ફેસબુક પેજને લાઈક કરી શકો છો અથવા વોટ્સએપ-ટેલિગ્રામ અને ટ્વિટર પર અમારા સાથે જોડાઇ શકો છો.

કોરોના સંકટથી અમેરિકન અર્થ વ્યવસ્થાને ઉગારવા ફેડ રિઝર્વનું વધુ એક મોટુ પગલું