ગાંધીનગર: બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનની ફિલ્મ ‘પઠાણ’ની રિલીઝ પહેલા મલ્ટીપ્લેક્સ એસોસિએશન ઓફ ગુજરાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખીને મદદ માંગી છે. મહત્વપૂર્ણ છે કે પઠાણ ફિલ્મ 25 જાન્યુઆરીએ રિલીઝ થઇ રહી છે તે પહેલા મલ્ટીપ્લેક્સ એસોસિએશને સુરક્ષાની માંગ કરી છે.
Advertisement
Advertisement
ગુજરાત મલ્ટીપ્લેક્સ એસોસિએશનના અધ્યક્ષ મનુભાઇ પટેલે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીને એક અરજી આપીને થિયેટરની સુરક્ષાના સંદર્ભમાં પોતાની વાત મુકી હતી. આ અરજીમાં કહેવામાં આવ્યુ કે થિયેટરમાં લાગતી પિક્ચર સેન્સર બોર્ડ પાસે જાય છે અને તે પછી તેને રિલીઝ કરવામાં આવે છે. એવામાં કેટલાક સંગઠન પઠાણ ફિલ્મની રિલીઝ પર થિયેટરમાં હુમલો કરવાની અને સુરક્ષા સબંધી ધમકીઓ આપી રહ્યા છે. આ પરિસ્થિતિને જોતા મલ્ટીપ્લેક્સ એસોસિએશન ઓફ ગુજરાતે આ પત્ર મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને લખ્યો છે.
અમદાવાદમાં થિયેટરમાં પઠાણના પોસ્ટર ફાડવામાં આવ્યા હતા
વસ્ત્રાપુરમાં આવેલા અમદાવાદ મોલના થિયેટરમાં પઠાણ ફિલ્મનો બજરંગ દળ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને મૉલમાં પઠાણ ફિલ્મના પોસ્ટર ફાડવામાં આવ્યા હતા. વિરોધ પ્રદર્શન દરમિયાન બજરંગ દળના અધ્યક્ષ જ્વલિત મહેતાએ ધમકી આપતા કહ્યુ હતુ કે, દીપિકા પાદુકોણે જે કપડા પહેર્યા છે તેનો અમે વિરોધ કરીએ છીએ, તેમણે કહ્યુ કે પઠાણ લવ જેહાદને ભાર આપનારી ફિલ્મ છે માટે અમે તેને રિલીઝ થવા નહી દઇએ.
25 જાન્યુઆરીએ રીલિઝ થશે ફિલ્મ
શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણ અભિનીત પઠાણ ફિલ્મ 25 જાન્યુઆરીએ થિયેટરમાં રીલિઝ થશે.આ ફિલ્મમાં બેશરમ રંગમાં દીપિકા પાદુકોણે ભગવા કલરની બિકિની પહેરી હોવાથી કેટલાક લોકોની લાગણી દુભાઇ હતી જેને કારણે આ ફિલ્મનો ઠેર ઠેર વિરોધ થઇ રહ્યો છે. જોકે, સેન્સર બોર્ડે આ ફિલ્મને કેટલાક કટ સાથે રિલીઝ કરવાની મંજૂરી આપી છે.
Advertisement