Gujarat Exclusive > Breaking > BREAKING: મુલાયમસિંહ યાદવ કોરોના પોઝિટિવ, મેદાંતમાં દાખલ કરાયા

BREAKING: મુલાયમસિંહ યાદવ કોરોના પોઝિટિવ, મેદાંતમાં દાખલ કરાયા

0
232

લખનઉઃ સમાજવાદી પક્ષ(SP)ના સુપ્રીમો મુલાયમસિંહ યાદવ(Mulayamsingh yadav) કોરોના પોઝિટિવ આવ્યા છે. પક્ષે તેના સત્તાવાર ટવિટર હેન્ડલ પર તેની જાહેરાત કરી હતી. તેણે તેની સાથે ઉમેર્યુ છે કે તેઓને કોરોનાના લક્ષણો છે અને તેમની તબીબી સારસંભાળ લેવાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે ઉત્તરપ્રદેશના કેટલાય રાજકીય નેતાઓને કોરોના લાગી ચૂક્યો છે. તેમા ભૂતપૂર્વ ક્રિકેટર અને કેબિનેટ મંત્રી ચેતન ચૌહાણનું મૃત્યુ પણ થયું છે.

મુલાયમસિંહ યાદવના પત્નીને પણ કોરોના થયો છે. મુલાયમસિંહ યાદવને ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ પહેલા 80 વર્ષના મુલાયમસિંહ યાદવની તબિયત ઓગસ્ટમાં બગડી હતી તે વખતે તેમને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. તે સમયે તેમને મૂત્રનળીમાં ચેપના લીધે હોસ્પિટલ લવાયા હતા અને તબિયત સુધરતા રજા આપવામાં આવી હતી.