નવી દિલ્હી: સમાજવાદી પાર્ટીના સંરક્ષક મુલાયમ સિંહ યાદવનું સ્વાસ્થ બગડી ગયુ હતુ જેને કારણે તેમણે ગુરુગ્રામની મેદાંતા હૉસ્પિટલના ICUમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. મુલાયમ સિંહ યાદવ કેટલાક દિવસથી ગુરૂગ્રામની મેદાંતા હૉસ્પિટલમાં દાખલ છે, તેમનું સ્વાસ્થ્ય ગંભીર થવા પર તેમણે ICUમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.
Advertisement
Advertisement
મુલાયમ સિંહ યાદવ ડૉક્ટર સુશીલા કટારિયાની દેખરેખમાં તેમની સારવાર ચાલી રહી છે. છેલ્લા ઘણા સમયથી મુલાયમ સિંહ યાદવનું સ્વાસ્થ્ય ખરાબ છે. મુલાયમ સિંહના સ્વાસ્થ્યની જાણકારી મળ્યા બાદ અખિલેશ યાદવ દિલ્હી માટે રવાના થઇ ગયા છે. સાથે જ શિવપાલ સિંહ યાદવ પણ મેદાંતા હૉસ્પિટલ પહોચી રહ્યા છે. મુલાયમ સિંહ યાદવ કેટલાક દિવસથી ગુરૂગ્રામની મેદાંતા હૉસ્પિટલમાં દાખલ છે, તેમણે રૂમમાંથી ICUમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.
યૂપીના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યએ મુલાયમ સિંહના જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી છે, તેમણે કહ્યુ કે ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવનું સ્વાસ્થ્ય ખરાબ થવાની જાણકારી મળી છે. હું ભગવાનને તેમણા જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના કરૂ છુ.
મેદાંતામાં ચાલે છે સારવાર
થોડા સમય પહેલા પણ ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવને મેદાંતા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. રૂટીન ચેકઅપ બાદ યૂરિન ઇન્ફેક્શનને કારણે તેમણે ગુરૂગ્રામની મેદાંતામાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, મુલાયમ સિંહ યાદવને કેટલીક વખત ગુરૂગ્રામની મેદાંતા હૉસ્પિટલમાં દાખલ કરાવવામાં આવી ચુક્યા છે. મુલાયમની સારવાર મેદાંતામાં જ ચાલે છે, જેને કારણે તેમનું રૂટીન ચેકઅપ પણ અહી જ થાય છે. જુલાઇ 2021માં પણ તેમણે બેચેની અને ગભરાહટ અનુભવાયા બાદ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
પેટમાં દુખાવાની રહે છે ફરિયાદ
મુલાયમ સિંહને અવાર નવાર પેટમાં દુખાવાની ફરિયાદ રહે છે. તાજેતરના દિવસોમાં કેટલીક વખત તે હૉસ્પિટલમાં એડમિટ થઇ ચુક્યા છે. ગત વર્ષે ડિસેમ્બરમાં પણ મુલાયમ સિંહને પેટમાં ફરિયાદ બાદ મુંબઇની એક હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
Advertisement