Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > નિરાધાર બાળકોને 18 વર્ષની વય સુધી મુખ્યમંત્રી બાળ સેવા યોજનાનો લાભ અપાશે જ

નિરાધાર બાળકોને 18 વર્ષની વય સુધી મુખ્યમંત્રી બાળ સેવા યોજનાનો લાભ અપાશે જ

0
115

ગાંધીનગર: કોરોના કાળ દરમિયાન ગંભીર બિમારીથી માતા-પિતા ગુમાવનારા નિરાધાર બાળકોને મુખ્યમંત્રી બાળ સેવા યોજનાનો લાભ બાળકની વય 18 વર્ષથી થતા સુધી આપવાનું યથાવત જ રહેશે તેવું સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ઇશ્વર પરમારે સ્પષ્ટપણે જણાવ્યું છે.

તેમણે આ સંદર્ભમાં કહ્યું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આવા નિરાધાર બાળકોના ભાવિને સુરક્ષિત રાખવાની સંવેદના સાથે જુલાઇ- 2021માં શરૂ કરેલી મુખ્યમંત્રી બાળ સેવા યોજના અન્વયે કોરોના કાળ દરમ્યાન કોરોના જેવી ગંભીર બિમારીથી માતા-પિતા બંન્નેનું મૃત્યુ થવાથી નિરાધાર બનેલા 1000 ઉપરાંત બાળકોને માસિક રૂ. 4 હજારની સહાય ચુકવવામાં આવેલી છે.

મુખ્યમંત્રીએ આ યોજના અંગે વધુ એક સંવેદનાપૂર્ણ અભિગમ દર્શાવતાં તા.28મી જૂલાઇએ એવો નિર્ણય પણ કર્યો છે કે, આવી બિમારીથી જો કોઇ બાળકના માતા કે પિતા બેમાંથી કોઇ એકનું મૃત્યુ થયું હોય તો તેવા બાળકને પણ માસિક રૂ. 2 હજારની સહાય રાજ્ય સરકાર આપશે.

આવા આશરે 4 હજાર બાળકોને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બાળક દીઠ રૂ. 2 હજારની સહાય ગત તા. 2 ઓગસ્ટે રાજકોટ ખાતેથી ડી.બી.ટી દ્વારા એટ વન કલીક સીધી જ બેંક એકાઉન્ટમાં સંપૂર્ણ પારદર્શીતાથી ચૂકવી પણ આપી છે તેમ પણ ઇશ્વર પરમારે ઉમેર્યુ હતું. આવી સહાય પણ બાળકની વય 18 વર્ષની થાય ત્યાં સુધી ચાલુ રાખવામાં આવશે.

સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રીએ જણાવ્યું કે રાજ્યમાં કોરોનાના કેસોમાં તા. 15 મી જૂન પછી ઉત્તરોત્તર ઘટાડો થતા અને તા. 30મી જૂન સુધીમાં કોરોના કેસ અને મૃત્યુ દર નહિવત થઇ જવાથી રાજ્ય સરકારે મુખ્યમંત્રી બાળ સેવા યોજનાના લાભ માટેની કટ ઓફડેટ તા. 30 જૂન-2021 નક્કી કરી હતી અને યોજનાનો લાભ મેળવવા માટે તા.31મી ઓગસ્ટ-2021 સુધીમાં અરજી કરી શકવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

તેમણે એમ પણ જણાવ્યું કે આવી આવેલી અરજીઓ પૈકી પાત્રતા ધરાવતા બાળકોના કિસ્સામાં બાળકના માતા-પિતાનું મૃત્યુ કોરોના અથવા કોરોના દરમિયાન કોઇ ગંભીર બિમારીને કારણે થયું હોય તેવા વધુ 8 હજાર જેટલા બાળકોને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મ દિવસ આગામી 17 સપ્ટેમ્બરે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા રાજકોટ ખાતેથી આવા બાળકોના બેંક એકાઉન્ટમાં ડી.બી.ટી.થી સહાય ચૂકવવામાં આવશે અને બાળકની વય 18 વર્ષની તથા સુધી માસિક સહાય નિયમિતપણે અપાશે.

સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે આ યોજના રાજ્ય સરકાર દ્વારા યથાવત રાખવામાં આવી છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat