Gujarat Exclusive > CRIME > અંબાણી પરિવારને ધમકીઃ સ્કોર્પિયોના ડ્રાઇવરનું પગેરું મળ્યું, ઇનોવામાં દેખાયો

અંબાણી પરિવારને ધમકીઃ સ્કોર્પિયોના ડ્રાઇવરનું પગેરું મળ્યું, ઇનોવામાં દેખાયો

0
40

ક્રાઇમ બ્રાન્ચે CCTV ફૂટેજમાં શોધ્યું, જો કે તેણે મોઢું છુપાવી રાખ્યુ હતું

મુંબઇઃ દેશના સૌથી ધનાઢ્ય બિઝનેસમેન મુકેશ અંબાણીના પરિવારને મોતની ધમકી (Mukesh Ambani Threat)આપવા સનસનાટીપૂર્ણ મામલે ક્રાઇમ બ્રાન્ચે સ્કોર્પિયોના ડ્રાઇવરનું પગેરું મેળવી લીધુ. પરંતુ તેને ઓળખવાનું હજું મુશ્કેલ છે.

મુકેશ અંબાણીની પેડર રોડ સ્થિત નિવાસ એન્ટિલિયા પાસે બિન વારસી મળેલી શકમંદ કાર મામલે મહત્વની કડી મળી છે. મુંબઇ ક્રાઇમ બ્રાન્ચને મુલુન્ડ ટોલ પ્લાઝાનું સીસીટીવી ફૂટેજ મળ્યું છે. જેમાં દેખાઇ રહ્યું છે કે ગુરુવાર-શુક્રવાર વચ્ચેની રાત્રે 3. 05 કલાકે સફેદ ઇનોવા મુલુન્ડ ટોલ ક્રોસ કરી થાણે શહેરમાં પ્રવેશી રહી છે.

આ પણ વાંચોઃ અંબાણી પરિવારને ધમકીઃ ચોરીની કાર, મુંબઇ ઇન્ડિયન્સની બેગ, નાગપુરની જિલેટિન, ધમકીબાજ શું કરવા માગે છે?

મુલુંડ ટોલ નાકાના સીસીટીવી ફૂટેજ મળ્યા

જાણવા મળ્યું છે કે ઇનોવામાં અન્ટિલિયા સામે સ્કોર્પિયો પાર્ક કરનાર ડ્રાઇવર પાછળની સીટ પર બેઠેલો છે. પરંતુ તેણે પોતાને છુપાવી રાખ્યો છે. હવે તપાસ એજન્સીઓ ઘોડબંદર, થાણે, શહાપુર, નાસિક, ભિવંડી સુધીના CCTV ફૂટેજ તપાસી રહી છે. એવું પણ લાગે છે કે ઇનોવા કારનો નંબર પણ સ્કોર્પિયોની જેમ બનાવટી હોઇ શકે છે.

ઘટના શું હતી?

ગત 25 ફેબ્રુઆરીએ મુક્શ અંબાણીના નિવાસે એન્ટિલિયાની બહાર શકમંદ કારમાં એક ધમકીભર્યો (Mukesh Ambani Threat) પત્ર, 20 જીલેટિન સ્ટિક મળી આવી હતી. ગુરુવારની રાત્રે એક વાગે ગેરકાયદે પાર્ક કરાયેલી સ્કોર્પિયોમાંથી અંબાણી પરિવારને જાનથી મારી નાંખવાની ધમકીભર્યો પત્ર મળઈ આવતા તંત્ર દોડતું થયું છે.

સીસીટીવી ફૂટેજમાં તે સમયે બે ગાડીઓ જોવા મળે છે. જેમાંથી એક ઇનોવા કાર છે. સ્કોર્પિયોનો ડ્રાઇવર તેને ત્યાં જ પાર્ક કરી ઇનોવામાં બેસી ત્યાંથી જતો દેખાય છે.

આતંકવાદી એંગલની પણ તપાસ

તપાસ દરમિયાન સ્કોર્પિયોની અંદર જિલેટિન સ્ટિક્સ ઉપરાંત કેટલીક નંબર પ્લેટ્સ પણ મળી આવી છે. પરંતુ તે પ્લેટ્સના નંબર મુકેશ અંબાણીના સુરક્ષા કાફલામાં વપરાતા વાહનો સાથે મેલ ખાય છે. જેથી પોલીસ અને એટીએસ આ મામલે આતંકવાદી એંગલની પણ તપાસ કરી રહી છે. Mukesh Ambani Threat

આ પણ વાંચોઃ અંબાણી પરિવારને જાનથી મારવાની ધમકી, એન્ટિલિયા બહાર વિસ્ફોટકો ભરેલી કાર મળી

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat