Gujarat Exclusive > દેશ-વિદેશ > વિશ્વના સૌથી અમીર વ્યક્તિઓની લિસ્ટમાં અંબાણી 8માં નંબરે, જાણો નંબર-1 કોણ છે?

વિશ્વના સૌથી અમીર વ્યક્તિઓની લિસ્ટમાં અંબાણી 8માં નંબરે, જાણો નંબર-1 કોણ છે?

0
57

Hurun ગ્લોબલ રિચ લિસ્ટ 2021, 2 માર્ચે જાહેર કરવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર કોરોના વાયરસ હોવા છતાં દુનિયાના બિલિનિયર્સની સંપત્તિમાં લગભગ 32 ટકાનો વધારો થયો છે. લિસ્ટમાં ટોપ પર ટેસ્લાના એલોન મસ્ક છે. તો ભારતના ઉદ્યોગપતિ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી લિસ્ટમાં 8માં નંબર પર છે. બિલિનિયર્સમાં સીરમ ઈન્સ્ટીટ્યુટના પૂનાવાલાનું નામ પણ છે.

આ રિચ લિસ્ટમાં 68 દેશોની 2402 કંપનીઓના કુલ 3228 બિલિનિયર્સને સામેલ કરવામાં આવ્યા છે. આ રિચ લિસ્ટ 15 જાન્યુઆરી 2021ના દિવસોની સંપત્તિના આધાર પર તૈયાર કરવામાં આવી છે.

ટોપ પર ટેસ્લાનો એલોન મસ્ક

લિસ્ટમાં ટોપ પર ટેસ્લાના એલોન મસ્ક છે. આ વર્ષે મસ્કે પોતાની સંપત્તિમાં $151 બિલિયનનો વધારો કરી લીધો છે. તે પછી બીજા નંબર પર આવે છે એમેઝોનના બોસ જેફ બેઝોસ. બેઝોસે પોતાની સંપત્તિમાં લગભગ $189 બિલિયનનો વધારો કરી લીધો છે. રિચ લિસ્ટમાં માઈક્રોસોફ્ટના બિલ ગેટ્સ ચોથા, ફેસબુકના માર્ક ઝૂકરબર્ગ પાંચમા, વર્કશાયર હૈથવેના વોરને બફેટ છઠ્ઠા નંબર પર છે.

મુકેશ અંબાણી દુનિયાના 8માં નંબર પર

લિસ્ટમાં 8માં નંબર પર છે એશિયાના સૌથી અમીર વ્યક્તિ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી. મુકેશ અંબાણીની એક વર્ષમાં સપત્તિમાં $83 બિલિયન (6.09 લાખ કરોડ રૂપિયા)નો વધારો થયો છે. મુકેશ અંબાણી ઉપરાંત અનેક બીજા ભારતીય બિલિનિયર્સે પણ લિસ્ટમાં જગ્યા બનાવી છે. ગૌતમ અદાણી, શિવ નાદાર, લક્ષ્મી મિત્તલ, સાયરસ પૂનાવાલા આ લોકોમાં સામેલ છે.

કોરોના વાયરસના સંકટ છતાં અમીર લોકોમાં થયો વધારો

હ્યરૂન રિપોર્ટના ચેરમેન અને ચીફ રિસર્ચર રૂપર્ટ હૂગવર્ફનું કહેવું છે કે, કોરોના વાયરસના કારણે પેદા થયેલા સંકટ છતાં આ વર્ષે અમીરોની સંપત્તિમાં પાછલા એક દશકાની સૌથી વધારે વધારો જોવા મળ્યો છે. સ્ટોક માર્કેટમાં તેજી, નવી કંપનીઓની લિસ્ટિંગ, સરકારી ખર્ચાઓમાં વધારા જેવા કારણોસર આ વધારો થયો છે. વર્ષ 2020માં દરેક સપ્તાહ 8 નવા લોકો ડોલર બિલિનિયર બન્યા છે.

એશિયા અને ભારતનો ઉદય

દેશના માપદંડ પર જોઈએ તો લિસ્ટમાં ચીનના 1058 બિલિનિયર્સ છે તો અમેરિકાના 696, ભારતના 177 બિલિનિયર્સ છે. જર્મની, યૂકે અને સ્વિટ્ઝલેન્ડના પણ 100થી વધારે બિલિનિયર્સ છે. મહાદ્વીપના આધાર પર જૂએ તો લિસ્ટમાં માત્ર એશિયાના જ સૌથી વધારે લગભગ 51 ટકા સામેલ છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat