મુંબઈ: મુંબઈમાં આવેલી સર એચએન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં એક અજાણ્યા નંબર પર ધમકી ભર્યો ફોન આવ્યો હતો. આ ફોન કોલ્સમાં અંબાણી પરિવારના મુકેશ અંબાણી, નીતા અંબાણી, આકાશ અંબાણી અન અનંત અંબાણી સહિતના લોકોને જીવથી મારી નાખવાની ધમકી મળી છે.
Advertisement
Advertisement
મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં રિલાયન્સ હોસ્પિટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે છે. રિલાયન્સની હોસ્પિટલ ઉપરાંત અંબાણી પરિવારને પણ મારી નાંખવાની ધમકી આપવામાં આવી છે. બપોરના સમયે આ ધમકી ભર્યો ફોન આવ્યો હતો. હાલમાં મુંબઈ પોલીસ આ નંબરને ટ્રેસ કરી રહી છે, કે આ કોલ ક્યાંથી આવ્યો હતો. સૂત્રોનું માનીએ તો, આ ફોન નંબર મહારાષ્ટ્ર બહારનો છે. મુંબઈ પોલીસે દાવો કર્યો છે કે, ફોન કોલનું લોકેશન ટ્રેસ કરી લેવામાં આવ્યું છે.
હોસ્પિટલમાં આ રીતના અજાણ્યા કોલ બાદ તુરંત ડીબી માર્ગ પોલીસ સ્ટેશન પર ફરિયાદ નોંધાવી ઈન્વેસ્ટીગેશન શરુ કરી દેવામાં આવ્યું છે. મુંબઈ પોલીસ આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
આ અગાઉ પણ મળી હતી ધમકી
આપને જણાવી દઈએ કે ,આ અગાઉ 15 ઓગસ્ટના રોજ પણ રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણી અને તેમના પરિવારને ધમકી મળી હતી. આ ધમકી ફોન પર આપવામાં આવી હતી. એટલું જ નહીં આ ધમકી ભર્યો ફોન કોલ એક બે વાર નહીં પણ ત્રણ વાર આવ્યો હતો. પોલીસે આ મામલે તપાસ કરીને એક શખ્સને મુંબઈથી દબોચી લીધો હતો.
Advertisement