Gujarat Exclusive > દેશ-વિદેશ > મુકેશ અંબાણીએ 300 એકરમાં ફેલાયેલો યુરોપનો સૌથી મોંઘો રિસોર્ટ ખરીદ્યો, જાણો કિંમત

મુકેશ અંબાણીએ 300 એકરમાં ફેલાયેલો યુરોપનો સૌથી મોંઘો રિસોર્ટ ખરીદ્યો, જાણો કિંમત

0
102

ભારતના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણી હવે હોટલ સેક્ટરમાં પણ એન્ટ્રી કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. તેમણે બ્રિટનનો સૌથી ફેમસ આઇકોનિક કન્ટ્રી ક્લબ સ્ટોક પાર્કને લગભગ 592 કરોડ રુપિયામાં ખરીદી લીધો છે.

આ ગોલ્ફ રિસોર્ટ માત્ર બ્રિટન જ નહીં પણ સમગ્ર યુરોપના સૌથી પોશ રિસોર્ટ તરીકે ફેમસ છે. સ્ટોક પાર્ક રિસોર્ટમાં હોલીવૂડની અનેક ફિલ્મોના પણ શૂટિંગ થયા છે. આ રિસોર્ટ 300 એકરમાં ફેલાયેલો છે, જેમાં આલિશાન 49 રુમ, 21 મેન્શન અને 28 પેવેલિયન છે. બધાને 5AA રેડ સ્ટાર રેટિંગ મળેલા છે.

 

આ પાર્કમાં 27 હોલ ગોલ્ફ કોર્સ, 13 ટેનિસ કોર્ટ અને 14 એકરનો પ્રાઈવેટ બગીચો છે. આ પાર્ક 900 વર્ષ જૂનું હોવાનું કહેવાય છે. 1908 સુધી તેનો ઉપયોગ રહેવા માટે થતો હતો.

ફાઈવ સ્ટાર રિસોર્ટમાં એક એકથી ચઢિયાતી સુવિધાઓ છે. આ પહેલા રિસોર્ટની માલિકી કિંગ પરિવાર પાસે હતી. જે રિસોર્ટને વેચવા માટે છેલ્લા કેટલાક સમયથી કોઈ કંપનીને શોધી રહ્યા હતા. આ ડીલ સાથે જ હવે રિલાયન્સને હોસ્પિટાલિટી ઈન્ડસ્ટ્રીઝમાં મજબૂતિથી આગળ વધવામાં મદદ મળશે.

અગાઉ તેમણે 2019માં પણ બ્રિટનમાં એક ડીલ કરી હતી. જેમાં તેમણે બ્રિટનની 260 વર્ષ જુની ટોય સ્ટોર ચેન હેમ્લિઝને ખરીદી લીધી હતી. એ પછી બ્રિટનમાં તેમની આ બીજી મોટી ડીલ છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat