Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > એક વર્ષની અંદર મુદ્રા લોનના NPAમાં થયો બેગણો વધારો

એક વર્ષની અંદર મુદ્રા લોનના NPAમાં થયો બેગણો વધારો

0
538

નવી દિલ્હી: મોદી સરકારની મહત્વકાંક્ષી વડાપ્રધાન મુદ્રા યોજના એનપીએ (Non Performing Assets)માં એક વર્ષની અંદર બેગણો વધારો થઈ ગયો છે. ધ વાયર દ્વારા કરવામાં આવેલ આરટીઆઈમાં આનો ખુલાસો થયો છે. (એનપીએને સરળ શબ્દોમાં સમજીએ તો સરકાર દ્વારા આપેલી તેવી લોન જે પરત આવવાની કોઈ જ સંભાવના નથી)

તત્કાલીન કેન્દ્રીય નાણામંત્રી શિવ પ્રતાપ શુક્લાએ આ વર્ષ 12 ફેબ્રુઆરીએ રાજ્યસભામાં આપેલ એક લેખિત જવાબમાં બતાવવામાં આવ્યું કે, 31 માર્ચ 2018 સુધીમાં મુદ્રા યોજના હેઠળ સાર્વજનિક બેંકોનું એનપીએ 7,277.31 કરોડ રૂપિયા છે.

હવે ધ વાયર દ્વાર આરટીઆઈ હેઠળ માઇક્રો યુનિટ ડેવલપમેન્ટ એન્ડ રિફાઇનન્સ એજન્સી લિમિટેડ (મુદ્રા)થી પ્રાપ્ત આંકડા દર્શાવે છે કે, 31 માર્ચ 2019 સુધી 16,481.45 કરોડ રૂપિયાની મુદ્રા લોન એનપીએ થઈ ગઈ છે. આ હિસાબથી 12 મહિનાઓમાં મુદ્રા યોજના હેઠળ સાર્વજનિક બેંકોના એનપીએમાં 9,204.14 કરોડ રૂપિયાની વૃદ્ધિ થઈ છે.

મુદ્રા યોજના હેઠળ કુલ 30.57 લાખ ખાતાઓને એનપીએ જાહેર કર્યા છે. ઈન્ડિયન એક્સપ્રેસના એક સમાચાર અનુસાર 31 માર્ચ 2018 સુધી આવા ખાતાઓની સંખ્યા 17.99 લાખ હતી. આવી રીતે એક વર્ષમાં એનપીએ ખાતાઓમાં 12.58 લાખનો વધારો થયો છે.

જોકે, મુદ્રા યોજના હેઠળ આપવામાં આવેલ કુલ લોનની તુલનામાં એનપીએ રાશિ ઘણી વધારે નથી, પરંતુ આમાં ધીરે-ધીરે વધારો થઈ રહ્યો છે. વર્તમાન એનપીએની સ્થિતિ પાછલા વર્ષની સરખામણીમાં ડબલ થઈ ગઈ છે.

13 જાન્યુઆરી 2019ના દિવસે સમાચાર એજન્સી આઈએએનએસના રિપોર્ટ અનુસાર, રિઝર્વ બેંકે નાણામંત્રાલયને આ વાતને લઈને ચેતવ્યા હતા કે, મુદ્રા યોજના ખુબ જ મોટા એનપીએનો રૂપ ધારણ કરી રહી છે.

આરટીઆઈ હેઠળ પ્રાપ્ત આંકડાઓ અનુસાર એક એપ્રિલ 2018થી લઈને 31 માર્ચ 2019 સુધીમાં 3.11 લાખ કરોડ રૂપિયાની મુદ્રા લોન આપવામાં આવી હતી. આ હિસાબથી કુલ લોનની સરખામણીમાં એનપીએની માત્રા 2.89 ટકા હતી.

આરબીઆઈ દ્વારા રજૂ કરેલ સર્કૂલર અનુસાર વ્યાજ અથવા મૂળ રાશિના હપ્તો જમા કરવાની અંતિમ તારીખના 90 દિવસ સુધી કોઈ પૈસા જમા ના કરવા પર તેને એનપીએ જાહેર કરી દેવામાં આવે છે.

મુદ્રા લિમિટેડ સહાયક મેનેજર હર્ષિત અગ્રવાલે કહ્યું, રાષ્ટ્રીય બેંકોના મામલામાં આ સમયસીમાં 90 દિવસની હોય છે અને એનબીએફસી અને એમએફઆઈ માટે 120 દિવસનો સમય હોય છે. આ નિયમ દરેક પ્રકારની લોન પર લાગૂં પડે છે. પછી ભલે તે મુદ્રા લોન હોય અથવા અન્ય કોઈ લોન.

બેંક તે ખાતાને તે સમયે એનપીએ જાહેર કરે છે, જ્યારે કોઈ ત્રણમાસના ગાળા દરમિયાન લગાવેલા વ્યાજ અને મૂળ રકમની વસૂલી ત્રણમાસના ગાળાના અંત એટલે 90 દિવસની અંદર થઈ શકતી નથી.

નરેન્દ્ર મોદી દ્વારા આઠ એપ્રિલ 2015માં વડાપ્રધાન મુદ્રા યોજનાને લોન્ચ કરવામાં આવી હતી. આ યોજના પાછળનો હેતુ ગેર-કોર્પોરેટ, ગેર-કૃષિ લઘુ/સૂક્ષ્મ ઉદ્યોગોને 10 લાખ રૂપિયા સુધીની લોન આપવાનો છે. તેને મુદ્રા લોન કહેવામાં આવે છે.

મુદ્રા લોનને ત્રણ શ્રેણી એટલે શિશુ (50,000 રૂપિયા સુધી), કિશોર (50,001 રૂપિયાથી 5 લાખ રૂપિયા સુધી) અને તરૂણ (5,00,001 રૂપિયાથી 10 લાખ રૂપિયા સુધી)માં આપવામાં આવે છએ. વર્ષ 2015-16થી લઈને 2018-19 સુધીમાં કુલ 8.66 લાખ કરોડ રૂપિયાની લોન આપવામાં આવી છે. આ દરમિયાન કુલ 18.25 કરોડ મુદ્રા લોનને સ્વીકૃત કરવામાં આવે.

મુદ્રા લિમિટેડના આંકડાઓ અનુસાર સૌથી વધારે 3.05 લાખ કરોડ રૂપિયા શિશુ લોન આપવામાં આવી છે. તે પછી 2.53 લાખ કરોડની કિશોર લોન અને 1.87 કરોડની તરૂણ લોન અત્યાર સુધી આપવામાં આવી ચૂકી છે.

કોમર્શિયલ બેંક, ક્ષેત્રીય ગ્રામીણ બેંક, લઘુ બેંક, સહકારી બેંક, સભ્ય લોન સંસ્થાઓ (એમએફઆઈ) અને ગેર-બેન્કિંગ નાણાકિય કંપનીઓ (એનબીએફસી) દ્વારા મુદ્રા લોન આપવામાં આવે છે. વ્યાજના દર બેંક ઉપર નિર્ભર કરે છે, અને લોન ભરપાઈ કરવાનો સમયગાળો પાંચથી સાત વર્ષનો હોય છે.

12 ફેબ્રુઆરી 2019એ રાજ્યસભામાં આપેલા એક નિવેદન અનુસાર કુલ સ્વીકૃત મુદ્રા લોનમાંથી લગભગ 45 ટકા રાશિ મહિલાઓ માટે સ્વીકૃત કરવામાં આવી છે. જોકે, અનુસૂચિત જાતિ (એસસી) અને અનુસૂચિત જનજાતિ (એસટી)ની સ્થિતિ ખુબ જ ખરાબ છે.

જવાબ અનુસાર લગભગ 10.15 ટકા મુદ્રા લોન એસસી માટે અને 3.36 ટકા એસટી માટે અનામત રાખવામાં આવી છે.

જ્યારે પાંચ ફેબ્રુઆરી 2019ના રાજ્યસભામાં આપેલ એક અન્ય જવાબ અનુસાર 25 જાન્યુઆરી 2019 સુધીમાં સાર્વજનિક બેંકોમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાથી સૌથી વધારે 83,621 કરોડ રૂપિયાની મુદ્રા લોન આપી છે.

એસબીઆઈ પછી બીજા નંબર પર કેનેરા બેંક છે, જેને 27,704 કરોડ રૂપિયાની લોન આપી છે. જ્યારે પંજાબ નેશનલ બેંકે 19,712 કરોડ રૂપિયાની મુદ્રા લોન આપી. બધી 21 સાર્વજનિક બેંકોએ ટોટલ 2.74 લાખ કરોડ રૂપિયાની મુદ્રા લોન આપી છે.

એનપીએ ખાતાઓની વિસ્તૃત જાણકારી આપી નથી

મુદ્રા લિમિટેડે માત્ર કુલ એનપીએની જાણકારી આપી, પરંતુ તેમને મોટા એનપીએ ખાતાધારકોની વિસ્તૃત જાણકારી જેવા કે ટોપ 100 એનપીએ ખાતાઓની રાશિ, તેમના નામ, વ્યાજની રકમ વગેરેની જાણકારી આપવાથી હાથ ઉંચા કરી દીધા અને કહ્યું કે, તેમની પાસે આ જાણકારી નથી.

આ જાણકારીને પ્રાપ્ત કરવા માટે આરબીઆઈમાં પણ આરટીઆઈ દાખલ કરવામાં આવી પરંતુ ત્યાંથી પણ જવાબ મળ્યા નહીં. આરબીઆઈએ જવાબ આપ્યો કે, તેમની પાસે આ સંબંધમાં કોઈ જ જાણકારી નથી.

ધ્યાન આપવા જેવી વાત તે છે કે, હાલમાં જ સુપ્રીમ કોર્ટે આરબીઆઈને આડાહાથે લેતા કહ્યું હતુ કે, તેઓ આરટીઆઈ હેઠળ બેંકોથી સંબંધિત સૂચનાનો ખુલાસો કરવા માટે પોતાની નીતિની સમીક્ષા અને ઈરાદાપૂર્વકના ડિફોલ્ડર અને વાર્ષિક નિરીક્ષણ રિપોર્ટ સાથે જોડાયેલી જાણકારીનો ખુલાસો કરે.

તે ઉપરાંત કુલ ખરાબ લોનને રાઈટ ઓફ (બટ્ટા ખાતામાં નાંખવાની) કરવાના સંબંધમાં પૂછેલા પ્રશ્નના જવાબ પર મુદ્રા લિમિટેડે કહ્યું કે,તેમની પાસે આની જાણકારી ઉપલ્બધ નથી.