Gujarat Exclusive > યુથ > સ્પોર્ટ્સ > ધોનીએ ફટકારી IPLની લાંબી ‘સિક્સ’, જુઓ VIDEO

ધોનીએ ફટકારી IPLની લાંબી ‘સિક્સ’, જુઓ VIDEO

0
392

ઈન્ડિયન પ્રિમીયર લીગ T20માં મહેન્દ્રસિંહ ધોનીની નેતૃત્વમાં ચેન્નઈને વિરાટ કોહલીની બેંગલોરની ટીમ સામે એક રનથી પરાજયનો સામનો કરવો પડ્યો છે. ચેન્નઈ ભલે આ મેચ હારી ગઈ હોય, પરંતુ કેપ્ટન કુલ માહી પોતાના પ્રદર્શન મારફતે લોકોનું દિલ જીતવામાં સફળ રહ્યાં હતા.

ધોનીએ આ મેચમાં 48 બોલનો સામનો કરીને 5 ચોક્કા અને 7 સિક્સની મદદથી 84 રન ફટકારી ઉત્કૃષ્ઠ પ્રદર્શન કર્યું હતું. આટલું જ નહી, ધોનીએ ઈન્ડિયન T20 લીગમાં આ સિઝનની સૌથી લાંબી સિક્સર ફટકારી છે.

બેંગલોર તરફથી ઉમેશ યાદવની આખરી ઓવરના બીજા બોલમાં ધોનીએ મીડ વિકેટ ઉપરથી એટલી લાંબી સિક્સર ફટકારી કે, ક્રિકેટ જોવા આવેલા પ્રેક્ષકો સહિત મેદાનમાં ઉપસ્થિત સૌ જોતા જ રહી ગયા. ઉમેશ યાદવે આખરી ઓવરમાં જ 24 રન ફટકારી દીધા હતા.

IPL T20ની આ સિઝનની આ સૌથી લાંબી સિક્સ માનવામાં આવી રહી છે. જણાવી દઈએ કે, પાર્થિવ પટેલના 53 રનની ઈનિંગ્સની મદદથી બેંગ્લોરે રવિવારની મેચમાં ચેન્નઈને માત્ર એક રને હરાવીને રોમાંચક જીત મેળવી હતી.

ટૉસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી બેંગલોરની ટીમે 20 ઓવરમાં 7 વિકેટના નુક્સાને 161 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ઉતરેલી ચેન્નઈની ટીમે 8 વિકેટના નુક્સાને 160 રન જ નોંધાવી શકી હતી અને જીતી ગયેલી મેચ હારી ગઈ હતી.