Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > મિ. ચક્રવર્તી, અમે અમારા ન્યૂઝ માટે મક્કમ છીએઃ ગુજરાત એક્સક્લૂઝિવ

મિ. ચક્રવર્તી, અમે અમારા ન્યૂઝ માટે મક્કમ છીએઃ ગુજરાત એક્સક્લૂઝિવ

0
9027

મહાન માર્ટીન લૂથર કિંગની બહુ પ્રસિદ્ધ વાત છે… “Our Lives begin to end the day we become silent about things that matter.” એટલે “મહત્વપૂર્ણ બાબતોમાં આપણે મૌન થવા લાગીએ, તે દિવસથી આપણા અંતની શરુઆત થવા માંડે છે.” આ ઉપરાંત ગુજરાત એક્સક્લૂઝિવનું માનવું છે કે વ્યક્તિએ મહત્વની બાબતોમાં મક્કમ રહેવું અને અવાજ ઊઠાવવા માટેની હિમ્મત જોઇએ. તેથી અમે સતત એવું કરી રહ્યા છીએ કારણ કે તે અમારા અસ્તિત્વનો આત્મા છે.

ગુજરાત એક્સકલૂઝિવે ગુજરાત કેડરના ભૂતપૂર્વ IAS અધિકારી અતનુ ચક્રવર્તીનાં પત્ની વિષે બે ન્યૂઝ પ્રકાશિત કર્યા હતા. આ ન્યૂઝ “નિવૃત્ત સનદી અધિકારીની પત્નીએ રાજ્યશાસ્ત્ર સાથે MA કર્યુ, નોકરી એડવાઇઝર HRની મળી” અને “વિવાદ થતાં નિવૃત્ત IAS અતનુ ચક્રવર્તીનાં પત્નીની HR એડવાઇઝર પદેથી હકાલપટ્ટી” ટાઇટલથી અનુક્રમે 22 જૂન અને 5 જુલાઇએ પ્રકાશિત થયા હતા. જેને પગલે વિવાદ સર્જાતા ગુજરાત સરકારે ભૂતપૂર્વ IAS અતનુ ચક્રવર્તીનાં પત્નીને સેવામાંથી છૂટા કરી દીધા હતા.

આ બંને સમાચાર પ્રકાશિત કરવાને પગલે અતનુ ચક્રવર્તી તરફથી અમને કાનૂની નોટિસ મળી છે. જેમાં આ સમાચાર અમારી સાઇડમાંથી હટાવવા નહીંતર બદનક્ષી સહિતની કાયદાકીય કાર્યવાહી કરવાની ધમકી આપવામાં આવી છે.

આ મામલે અમે સ્પષ્ટ કરવા માગીએ છીએ કે અમે ન્યૂઝ અહેવાલ અને અમારા રિપોર્ટરની પડખે છીએ. જાણીતા ધર્મશાસ્ત્રી અને કવિ રોવાન વિલિયમ્સે પણ કહ્યું છે કે, “The most powerful defences the media can offer for controversial actions is, of course, public interest.” એટલે વિવાદાસ્પદ પગલાં માટે મીડિયા જ સૌથી શક્તિશાળી બચાવ કરી શકે છે. પરંતુ તે જાહેરહિત માટે જ. તેથી અમારા માટે કોઇ પણ વાર્તાનું સર્વોચ્ચ કારણ જાહેર હિત જ છે.

અમે એ પણ ભારપૂર્વક કહેવા માંગીએ છીએ કે ગુજરાત એક્સક્લૂઝિવ પત્રકારત્વના ઉચ્ચતમ ધારાધોરણ અને સંપાદકીય નૈતિકતાનું પાલન કરે છે. તેથી મિ. ચક્રવર્તી તમને લાગતુ હોય તે કોઇ પણ કાયદાકીય પગલાં લેવા મુક્ત છો અને અમે પણ કાયદાકીય રીતે કોર્ટમાં જવાબ આપવા તૈયાર છીએ.

અમે એ પણ સ્પષ્ટ કરવા માગીએ છીએ કે આ કંટાળાજનક અને ઝડપી સમાચાર મેળવવાની પ્રક્રિયામાં માનવીય ભૂલ અને ચુકાદો સ્વીકાર્ય છે. અમે ધ્યાનમાં લીધેલી ભૂલો હંમેશા સુધારી છે. 100 ટકા ચોકસાઇ રાખવી એ હંમેશા અમારા માર્ગદર્શક સિદ્ધાંતોમાંનો એક સિદ્વાંત છે અને તેને હાંસલ કરવા માટે અમે સખત મહેનત કરીએ છીએ.

અભિષેક પાન્ડેય
તંત્રી, ગુજરાત એક્સક્લૂઝિવ

આ પણ વાંચો: વિવાદ થતાં નિવૃત્ત IAS અતનુ ચક્રવર્તીનાં પત્નીની HR એડવાઇઝર પદેથી હકાલપટ્ટી

આ પણ વાંચો: નિવૃત્ત સનદી અધિકારીની પત્નીએ રાજ્યશાસ્ત્ર સાથે MA કર્યુ, નોકરી એડવાઇઝર HRની મળી