Gujarat Exclusive > દેશ-વિદેશ > મહિલા સુરક્ષાનો મુદ્દો માત્ર ચૂંટણી-સોશિયલ મીડિયા સુધી સિમિત, બંને ગૃહમાં અત્યાર સુધી માત્ર 2 પ્રશ્નો પૂછાયા

મહિલા સુરક્ષાનો મુદ્દો માત્ર ચૂંટણી-સોશિયલ મીડિયા સુધી સિમિત, બંને ગૃહમાં અત્યાર સુધી માત્ર 2 પ્રશ્નો પૂછાયા

0
317

દેશમાં મહિલા સુરક્ષા ખૂબ જ મહત્વનો મુદ્દો છે. આ મુદ્દાને પક્ષ અને વિપક્ષ બંને નેતાઓ જોરશોરથી ઉઠાવે છે. સોશિયલ મીડિયા પર રોષ વ્યક્ત કરે છે. મહિલા સુરક્ષાના મુદ્દાને નેતાઓ ચૂંટણીનો મુદ્દો બનાવે છે. જ્યારે ચૂંટણી પૂર્ણ થઈ જાય છે અને જીતીને સંસદમાં પહોંચે છે ત્યારે નેતાઓની ગુડ ડાયરીમાંથી આ મુદ્દો નિકળી જાય છે. આ વાતની સાબિતિ છે સંસદમાં મહિલા સુરક્ષા અને અપરાધ વિશે પૂછવામાં આવેલા પ્રશ્નો. સંસદના શિયાળા સત્રમાં મહિલા સુરક્ષા અને અપરાધના વિષય પર ગૃહ મંત્રાલયને અત્યાર સુધી માત્ર 2 પ્રશ્નો પૂછવામાં આવ્યા છે.

જણાવી દઈએ કે, રાજ્યમાં અપરાધ અને આંતરિક મામલાઓ ગૃહમંત્રાલયના હસ્તક આવે છે. રાજ્યસભા અને લોકસભાની વેબસાઈટ પર આપવામાં આવેલા આંકડાઓ અનુસાર, માત્ર એક પ્રશ્ન રાજ્યસભામાં અને એક પ્રશ્ન લોકસભામાં આ મહિલા સુરક્ષા અને અપરાધના સંબંધમાં પૂછવામાં આવ્યો છે. ગયા સત્રમાં સાંસદો દ્વારા 17 પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા, જેમાંથી લોકસભામાં 9 પ્રશ્નો મહિલાઓ વિરુદ્ધ અપરાધ, છેડતી, મહિલાઓની તસ્કરીને લઈને હતો.

આ સત્રમાં 19 નવેમ્બરે, ભર્તૃહરિ મહતાબ અને રાહુલ રમેશ શેવાલેએ લોકસભામાં પ્રશ્ન પૂછયો કે, શું છેલ્લા 3 વર્ષો અને વર્તમાન વર્ષ દરમિયાન મહિલાઓ અને સગીર કન્યાઓ વિરુદ્ધ અપરાધ વધ્યા છે. ત્યાં જ, રાજ્યસભામાં કોંગ્રેસ સાંસદ કુમારી શેલજાએ 27 નવેમ્બરે સંસદમાં મહિલાઓ વિરુદ્ધ વધતા અપરાધને લઈને પ્રશ્ન ઉઠાવ્યો. બંધારણ દિવસ મનાવવા માટે એક દિવસ પ્રશ્નકાળનો સમય ટાળી દીધો હતો.

આ સત્ર દરમિયાન, સાંસદોએ અર્ધસૈનિક બળોમાં મહિલાઓની ઉપસ્થિતિ, સેનામાં મહિલાઓની સંખ્યા, અપરાધમાં સામાન્ય વૃદ્ધિ પર પ્રશ્ન પૂછયા છે. આ વચ્ચે, આશા છે કે, મહિલાઓ વિરુદ્ધ અપરાધથી સંબંધિત અને વધારે પ્રશ્નો મંગળવાર અને બુધવારે બંને ગૃહોમાં પૂછવામાં આવશે.

રાજનાથ સિંહે સોમવારે લોકસભામાં જણાવ્યુ કે, ગયા અઠવાડિયે રંગા રેડ્ડીમાં એક પશુ ચિકિત્સક સાથે બળાત્કાર અને હત્યાની ઘટનાથી મોટુ અમાનવીય કૃત્ય ન હોઈ શકે. સરકાર મહિલાઓ વિરુદ્ધ ક્રુરતાને લઈને વધારે કઠોર કાયદો લાવવા માટે તૈયાર છે. સંસદમાં શૂન્યકાળ દરમિયાન સિંહે જણાવ્યુ કે, આ ઘટનાથી પૂરો દેશ આહક થયુ છે અને તેના પર શરમ અનુભવીએ છીએ.

રાહુલ બજાજે ટીકા કરી તો નાણામંત્રી બોલ્યા- “દેશનું નુકશાન થઇ શકે છે”