Gujarat Exclusive > ગુજરાત > સોરાષ્ટ્ર > કચ્છના રણમાં પાણીના સંગ્રહ માટે સરોવર બનાવવા માંગ, સાંસદ વિનોદ ચાવડાએ કરી રજૂઆત

કચ્છના રણમાં પાણીના સંગ્રહ માટે સરોવર બનાવવા માંગ, સાંસદ વિનોદ ચાવડાએ કરી રજૂઆત

0
643

હિતેશ ચાવડા: ગાંધીનગર: લોકસભા ચૂંટણી 2019 (Loksabha Election 2019) પછી લોકસભાના પ્રથમ સત્રમાં કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ જીરો અવર્સ રજૂઆત કરી છે કે રાજસ્થાનમાંથી ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં થઇને કચ્છના મોટા રણમાં ભળી જતી બે નદીઓના પાણી વહી જતા રોકી ત્યાં એક સરોવર બનાવવામાં આવે તો કચ્છ અને તેની આજુ બાજુના વિસ્તારોને મીઠુ પાણી પહોચાડી શકાય.

જળ શક્તિ મંત્રાલયને ઉદ્દેશીને સાંસદ વિનોદ ચાવડાએ લોકસભામાં રજૂઆત કરી કે, ‘કચ્છને પાણીની સમસ્યાનો વારંવાર સામનો કરવો પડે છે અને વરસાદ પણ ઓછો પડતો હોવાથી પાણીની સમસ્યા વધુ વિકટ રહે છે, કારણ કે કચ્છમાં પાણીનો કોઇ મોટો સ્ત્રોત નદી નથી અને મોટો ડેમ પણ નથી. આમ છતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના સમયકાળ દરમિયાન કચ્છમાં 100 કિમી સુધી નર્મદા કેનાલનું નેટવર્ક ઉભુ કર્યુ અને અડધા કચ્છમાં સિંચાઇનું પાણી પણ પહોચ્યુ છે જેના અમે આભારી છીએ. હું મંત્રીને નિવેદન કરૂ છું કે રાજસ્થાનમાંથી નીકળતી લૂણી નદી અને બનાસ નદી કચ્છના રણમાં વિસર્જિત થઇ જાય છે અને તેનું પાણી 3-4 મહિના ભેગુ થયેલુ રહે છે. જેથી મારી માંગ છે કે કચ્છના રણમાં આ જગ્યાએ એક મોટુ પાણીનું સરોવર બનાવી શકાય તો આ પાણીનો સંગ્રહ કરી શકાય.’

ગુજરાત એક્સક્લુઝીવ સાથે વાતચીતમાં વિનોદ ચાવડાએ જણાવ્યુ કે લૂણી અને બનાસ નદીનું પાણી વહી જાય છે અને પૂરની સ્થિતિમાં પાણી પાછુ પડે છે અને બનાસકાંઠામાં પૂરની સ્થિતિ સર્જાય છે જેથી જો પાણીને રણમાં વહી જતુ અટકાવી ત્યા એક સરોવર ઉભુ કરવામાં આવે અને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર આમાં ભેગા થઇને સરોવર બનાવવાની પ્રક્રિયા હાથ ધરે તો પાણીના સંકટથી બચવા કચ્છને ઘણી મોટી મદદ મળી શકે અને પૂરના સમયે કચ્છના રણમાંથી જે પાણી પાછું પડે છે એ પણ અટકી જાય.

અધ્યક્ષની ચૂંટણીમાં ગાંધી પરિવાર રહેશે ગેરહાજર, સોનિયા સાથે રાહુલ જશે અમેરિકા