Gujarat Exclusive > રાજનીતિ > મધ્ય પ્રદેશના રાજકારણમાં ભૂકંપ, નારાજ સિંધિયા બાદ 22 ધારાસભ્યોએ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો

મધ્ય પ્રદેશના રાજકારણમાં ભૂકંપ, નારાજ સિંધિયા બાદ 22 ધારાસભ્યોએ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો

0
1464

ભોપાલ: મધ્ય પ્રદેશમાં રાજકીય ધમાસાણ યથવત છે. મુખ્યમંત્રી કમલનાથ અને જ્યોતિરાદિત્ય સિંધિયા આમને-સામને છે. એવામાં હોલી પણ ભાજપ જ્યોતિરાદિત્ય સિંધિયા દ્વારા કમલનાથના રંગમાં ભંગ પાડવાની તૈયારીમાં છે. આખરે શું ચાલી રહ્યું છે મધ્ય પ્રદેશના રાજકારણમાં?

જાણો પળે પળની અપડેટ્સ

► કોંગ્રેસ નેતા અને વરિષ્ઠ ધારાસભ્ય બિસાહૂલાલ સાહૂ શિવરાજ સિંહ ચૌહાણની હાજરીમાં ભાજપમાં જોડાયા
► કમલનાથે સિંધિયા સમર્થક 6 મંત્રીઓને કેબિનેટમાંથી હટાવવાની કરી ભલામણ
► સિંધિયા સાથે ઈન્દોરમાં પણ બળવો. ઈન્દોર શહેર કોંગ્રેસના અધ્યક્ષ પ્રમોદ ટંડને આપ્યું રાજીનામું
► જ્યાં સુધી સિંધિયાજી કોંગ્રેસમાં હતા, ત્યાં સુધી મહારાજા હતા અને આજે માફિયા થઈ ગયા. આ બેવડા માપદંડ કોંગ્રસને નથી શોભતા: શિવરાજ
► જ્યોતિરાદિત્ય સિંધિયાના રાજીનામાં પણ કોંગ્રેસના અધીર રંજન ચૌધરીએ જણાવ્યું કે, કોંગ્રેસ પાર્ટીએ તેમને રાજ્યસભામાં સાંસદ બનાવવા માટે ટિકિટ પણ આપી હતી. જે તેમને પસંદ ના પડી, કારણ કે, મોદીજીએ તેમને મંત્રી પદની ઓફર આપી હશે, સિંધિયાએ જોયું હશે કે, મંત્રી પદ વધારે ફાયદાકારક હશે. અમે તેમનું સમ્માન કરીએ છીએ. તેઓ રાજાના પુત્ર છે અને હાવર્ડથી ભણેલા છે.

સિંધિયાએ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો
વડાપ્રધાન મોદી અને અમિત શાહ સાથે મુલાકાત બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ પાર્ટી સાથે છેડો ફાડી દીધો છે. સિંધિયાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધુ છે. હવે સિંધિયાના ભાજપમાં સામેલ થવાની શક્યતાઓ વધી ગઈ છે. નારાજ સિંધિયા બાદ કોંગ્રેસના 22 ધારાસભ્યોએ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો છે.

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને પોતાનું રાજીનામું સોંપ્યા બાદ સિંધિયાએ જણાવ્યું કે, હંમેશા જનતાની સેવા કરવા માંગુ છે. કોંગ્રેસમાં રહીને લોકોની સેવા કરવાની તક નહતી મળતી. છેલ્લા 1 વર્ષથી રાજીનામાં વિશે વિચારતો હતો. લોકોની સેવા માટે નવી શરૂઆત કરવી જરૂરી છે.

કોંગ્રેસ-ભાજપમાં બેઠકનો દૌર
PM મોદી સાથે સિંધિયાની મુલાકાત બાદ ભોપાલમાં કમલનાથના આવાસ પર કોંગ્રેસ નેતાઓની ઈમરજન્સી બેઠક બોલાવવામાં આવી છે. જેમાં કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંગ, જીતૂ પટવારી, બાલા બચ્ચન, સજ્જનસિંહ વર્મા, સુરેન્દ્ર સિંહ બધેલ સહિતના નેતાઓ પહોંચ્યા હતા. આ સિવાય કોંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલ પાર્ટીના અધ્યક્ષ સોનિયા ગાંધીને મળવા માટે 10 જનપથ પહોંચ્યા હતા. બીજી તરફ ભાજપ કાર્યાલયમાં પણ હલચલ તેજ થઈ ગઈ છે. ભોપાલમાં ભાજપના કાર્યાલય પર વરિષ્ઠ નેતાઓની બેઠક ચાલુ છે. જેમાં પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અને પ્રદેશ અધ્યક્ષ વિષ્ણુદત્ત શર્મા પણ હાજર રહ્યા છે.

સિંધિયાને ભાજપ તરફથી રાજ્યસભા મોકલવામાં આવશે: સુત્રો
આ દરમિયાન સુત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે, ભાજપની CEC બેઠક પહેલા જ્યોતિરાદિત્ય સિંધિયા ભાજપમાં સામેલ થઈ જશે. તેમને ભાજપ તરફથી રાજ્યસભામાં મોકલવામાં આવશે. આ સિવાય તેમને મંત્રી મંડળમાં પણ સ્થાન મળે તેવી શક્યતા છે.

વડાપ્રધાન મોદીને મળવા પહોંચ્યા સિંધિયા, શાહ પણ સાથે
આ દરમિયાન જ્યોતિરાદિત્ય સિંધિયા ફરીથી એક વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા પહોંચ્યા છે. આ બેઠકમાં અમિત શાહ પણ હાજર છે. આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, સિંધિયા હોટલથી સીધા શાહના ઘરે પહોંચ્યા હતા. જે બાદ બન્ને નેતાઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા પહોંચ્યા છે..

સિ્ધિયાની ભાજપમાં સામેલ થવાની અટકળો
જ્યોતિરાદિત્ય સિંધિયા હાથનો સાથે છોડીને ભાજપમાં સામેલ થવાની અટકળો છે. કહેવાય છે કે, ભાજપ તેમણે મધ્ય પ્રદેશમાં કમલ ખીલવવા બદલ રાજ્યસભાના ઉમેદવાર બનાવી શકે છે. ભાજપના આંતરિક સુત્રોના જણાવ્યા પ્રમાણે, સિંધિયાની મુલાકાત PM મોદી અને અમિત શાહ સાથે થઈ ચૂકી છે. કહેવાય છે કે, સોમવારે સિંધિયા અમિત શાહ અને વડાપ્રધાન મોદીને મળી ચૂક્યા છે.

સિંધિયાને મનાવવા કોંગ્રેસનો આખરી દાવ
જ્યોતિરાદિત્ય સિંધિયાના પિતા માધવરાવ સિંધિયાની જયંતિ પર કોંગ્રેસે તેમને શ્રદ્ધાંજલિ પાઠવી છે. આ રીતે કોંગ્રેસે સિંધિયાને મનાવવા માટે આખરી દાવ રમ્યો છે.

સિંધિયા પર ભાજપનું શું કહેવું છે?
જ્યોતિરાદિત્ય સિંધિયાના ભાજપમાં સામેલ થવાના પ્રશ્ન પર નરોત્તમ મિશ્રાએ જણાવ્યું કે, ભાજપમાં તમામ લોકોનું સ્વાગત છે. અમે જમીની સ્તરના કાર્યકર્તાઓને પણ પોતાની સાથે રાખીએ છીએ. સિંધિયા ખૂબ મોટા નેતા છે અને તેમનું નિશ્ચિત રુપે સ્વાગત છે.

મધ્ય પ્રદેશ કોંગ્રેસના ધારાસભ્યોનું એક ગ્રુપ બેંગલુરૂમાં હોવાની વાત પર મિશ્રાએ શાયરાના અંદાજમાં જણાવ્યું કે, દુશ્મનો કે તીર ખાકર, દોસ્તો કે શહર મે…ઉનકો કિસ-કિસને મારા યે કહાની ફિર કભી..

ભાજપનો કમલનાથ પર આરોપ
મધ્ય પ્રદેશમાં રાજકીય સંકટ પર ભાજપના ધારાસભ્ય વિશ્વાસ સારંગે જણાવ્યું કે, મુખ્યમંત્રી કમલનાથે રાજ્યને એક પ્રાઈવેટ કંપનીમાં ફેરવી નાંખ્યું છે. ભાજપનું કોઈ ઓપરેશન લોટસ નથી, માત્રે અસંતોષ છે. કમલનાથ અને કોંગ્રેસે ધ્યાન આપવું જોઈએ કે, સરકાર કેટલાક નેતાઓની આસપાસ રહેવાથી ના ચાલે. મધ્ય પ્રદેશનો વિકાસ સરકારના અસંતોષના કારણે અટક્યો છે.

શું કહેવું છે પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહનું?
કોંગ્રેસમાં મચેલા ઘમાસાણ વચ્ચે ભાજપ નેતા અને મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું કે, અમને સરકાર પાડવામાં કોઈ રસ નથી. આ કોંગ્રેસનો આંતરિક મામલો છે. આથી હું તેના પર કોઈ ટિપ્પણી કરવા નથી માંગતો.

સિંધિયા સ્વાઈન ફ્લૂથી પીડિત: દિગ્વિજય
આ અંગે પૂછવા પર કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે જણાવ્યું કે, જે સાચો કોંગ્રેસી હશે તે બીજી કોઈ પાર્ટીમાં નહી જાય. અમે સિંધિયાનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો છે, પરંતુ કહેવાય છે કે તેમને સ્વાઈન ફ્લૂ છે. આથી તેમનો સંપર્ક નથી થઈ શક્યો.

મોડી રાત્રે સોનિયા-રાહુલની મુલાકાત
મધ્ય પ્રદેશમાં હાલની રાજનીતિક ઘટનાક્રમ વચ્ચે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સોમવારે મોડી રાત્રે સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી. એવું મનાય છે કે, કોંગ્રેસના બન્ને નેતાઓએ મધ્ય પ્રદેશમાં કમલનાથ સરકાર પર આવેલા સંકટ અને જ્યોતિરાદિત્ય સિંધિયાની નારાજગી વિશે ચર્ચા કરી હતી.

ભાજપને માફિયાની મદદથી સત્તા ભોગવવી છે: કમલનાથ
મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી કમલનાતે સરકારને અસ્થિર કરવાના ચાલી રહેલા પ્રયત્નો વચ્ચે ભાજપ પર મોટો હુમલો કર્યો છે. તેમણે જણાવ્યું કે, ભાજપ માફિયાઓની મદદથી સરકારને અસ્થિર કરીને સત્તા હાસિલ કરવા માંગે છે.

‘મિશન મધ્ય પ્રદેશ‘ને લઈને અમિત શાહની બેઠક, સિંધિયાને લઈને સસ્પેન્સ યથાવત