Gujarat Exclusive > દેશ-વિદેશ > MP: લાવારિસ સ્થિતિમાં મળ્યું કોવેક્સિન ભરેલુ કન્ટેનર, ડ્રાઈવર-કંડક્ટર ગુમ

MP: લાવારિસ સ્થિતિમાં મળ્યું કોવેક્સિન ભરેલુ કન્ટેનર, ડ્રાઈવર-કંડક્ટર ગુમ

0
53

એક તરફ જ્યાં દેશમાં કોરોના વેક્સિનની અછત જોવા મળી રહી છે તો બીજી તરફ વેક્સિનના ટ્રાન્સપોર્ટમાં મોટી બેદરકારી જોવા મળી છે. મધ્ય પ્રદેશના નરસિંહપુરમાં કરેલી બસ સ્ટેન્ડ પાસે રસ્તા ઉપર જ એક કોલ્ડ ચેનનો કન્ટેનર લાવારિસ સ્થિતિમાં મળી આવ્યું. ટ્રકમાં લગભગ કોરોના વેક્સિનના 2 લાખ 40 હજાર ડોઝ રાખેલા હતા.

અસલમાં કરેલી પોલીસને સૂચના મળી હતી કે, એટ ટ્રક ચાલુ સ્થિતિમાં ઘણા સમયથી રસ્તાની સાઈડ પર લાવારિસ સ્થિતિમાં ઉભુ છે. ટ્રકમાં ના ડ્રાઈવર છે અને ના કંડક્ટર. સૂચના મળતાની સાથે જ કરેલી પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ. પોલીસે જ્યારે ગાડીના ડોક્યુમેન્ટ તપાસ્યા તો ખબર પડી કે, ટીસીઆઈ કોલ્ડ ચેન સોલ્યૂશન કંપનીનો આ કન્ટેનર ટ્રક છે,જે ભારત બાયોટેક કંપનીની કોરોના વેક્સિન ‘કોવેક્સિન’ના 2 લાખ 40 હજાર ડોઝ લઈને હૈદારાબાદથી પંજાબના કરનાલ જઈ રહ્યું છે.

કન્ટેનરમાં 364 મોટા બોક્સમાં આ કોવેક્સીન સ્ટોર કરવામાં આવી હતી, જેની કિંમત લગભગ 8 કરોડ રૂપિયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે.સ પોલીસે કંપનીના અધિકારીઓ સાથે સંપર્ક કરીને ડ્રાઈવરનો મોબાઈલ નંબર ટ્રેક કરાવ્યું જે 15 કિલોમીટર દૂર નરસિંહપુર બાઈપાસ આગળ ફોરલેન રસ્તા પર જંગલોમાં પડેલો મળ્યો હતો.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat