Gujarat Exclusive > આપણી જરૂરિયાત > સ્વાસ્થ્ય-શિક્ષા > મધ્ય પ્રદેશ સરકારનો માસ્ટર સ્ટ્રોક, બાળકો માટે દક્ષિણ કોરિયાનું શિક્ષણ મૉડેલ અપનાવશે

મધ્ય પ્રદેશ સરકારનો માસ્ટર સ્ટ્રોક, બાળકો માટે દક્ષિણ કોરિયાનું શિક્ષણ મૉડેલ અપનાવશે

0
259

રાજ્યની શિક્ષા વ્યવસ્થાને લઈને મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે માસ્ટર સ્ટ્રોક અંતર્ગત મોટા પરિવર્તનની તૈયારી કરી છે. હવે રાજ્યમાં એવા શિક્ષણ પર ભાર મૂકવામાં આવશે, જે બાળકોમાં રચનાત્મક અને કૌશલ વિકાસને સુનિશ્ચિત કરીને તેમને રોજગારના અવસર પ્રાપ્ત કરાવવા માટે સક્ષમ હોય. રાજ્ય સરકાર શિક્ષા દ્વારા બાળકોની રચનાત્માક્તા બહાર લાવવાની તૈયારીમાં છે. આ માટે દક્ષિણ કોરિયાના શિક્ષા મૉડલનું અધ્યયન કરવામાં આવી રહ્યું છે.

દક્ષિણ કોરિયાના શિક્ષા મૉડલની જેમ રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે મોટો બદલાવ કરવામાં આવી શકે છે. જેને પગલે સ્કૂલ શિક્ષણ વિભાગે ગત દિવસોમાં રાજ્યના શિક્ષણ વિશેષજ્ઞોની ખાસ ટીમને દક્ષિણ કોરિયા મોકલી હતી. સ્કૂલ શિક્ષણ વિભાગના સુત્રોના જણાવ્યા પ્રમાણે, દક્ષિણ કોરિયામાં બાળકો 12માં ધોરણ સુધી અભ્યાસ પૂર્ણ કર્યા બાદ રોજગાર મેળવી શકે છે. કારણ કે અહીં શિક્ષા દ્વારા બાળકોની રચનાત્મક્તાને નિખારવાનો પ્રયત્ન કરવામાં આવે છે. આ બાબતનું અધ્યયન કરવા માટે સ્કૂલ શિક્ષા વિભાગના 30 સભ્યો 1 થી 6 જૂન સુધી દક્ષિણ કોરિયાના પ્રવાસે ગયા હતા. આ ટીમે ત્યાંની બે સરકારી સ્કૂલો અને એક યુનિવર્સિટી અને બે વોકેશનલ તાલીમ કેન્દ્રોની મુલાકાત લઈને શિક્ષણ પદ્ધતિનું નિરિક્ષણ કર્યું હતું.

દક્ષિણ કોરિયાથી પરત ફરેલ ટીમના સભ્યોએ સોમવારે વિભાગના પ્રમુખ સચિવ રશ્મિ અરૂણશમીને આ મામલે જાણકારી આપી હતી. જાણવા મળી રહ્યું છે કે, સ્કૂલોમાં વોકેશનલ તાલીમ માટે ટેક્નોલોજીકલ કંપનીઓની મદદ લેવામાં આવે છે. તાલીમ પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓને આજ કંપનીઓ સ્કૂલમાં પ્લેસમેન્ટ દ્વારા રોજગાર આપે છે. પ્રવાસથી પરત ફરેલી ટીમે સ્કૂલોમાં માળખાગત સુધારો, ક્લાસ રૂમમાં શિક્ષણ સબંધિક કાર્ય યોજના સહિત અન્ય રિપોર્ટ સોંપ્યા છે.આ અંગે રશ્મિ અરૂણશમીએ જણાવ્યું કે, રાજ્યની ટીમે દક્ષિણ કોરિયાનો પ્રવાસ કરીને જે રિપોર્ટ સોંપી છે. તેના આધારે રાજ્યની સ્કૂલો માટે ક્રિએટિવિટી બેસ્ડ શિક્ષણની યોજના તૈયાર કરવામાં આવશે.

જણાવી દઈએ કે, દક્ષિણ કોરિયાની શિક્ષણ પદ્ધતિ વિશ્વની સૌથી શ્રેષ્ઠ શિક્ષણ પદ્ધતિ માનવામાં આવે છે. અહીં વિદ્યાર્થીઓને ધોરણ 12 સુધી ભણતર પૂર્ણ કર્યા બાદ રોજગર મેળવી લે છે. મોટાભાગના દેશ વિજ્ઞાન અને ટેક્નોલોજી આધારિત શિક્ષણ પર ભાર મૂકી રહ્યા છે, ત્યારે દક્ષિણ કોરિયાની સ્કૂલોમાં શિક્ષણ પદ્ધતિ વિજ્ઞાન, ટેક્નોલોજી, ગણિત અને કલા પર આધારિત છે.