તાલીમ શિબિરમાં જોડાવા ઈચ્છુક યુવક-યુવતીઓ ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં http://commi-synca.gujarat.gov.in વેબસાઈટ પર વિગતે અરજી કરવાની રહેશે
Advertisement
Advertisement
તાલીમ શિબિરમાં જોડાવા ઈચ્છુક યુવક-યુવતીઓ ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં http://commi-synca.gujarat.gov.in વેબસાઈટ પર વિગતે અરજી કરવાની રહેશે
ગાંધીનગર રાજ્ય યુવક, સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર અંતર્ગત કાર્યરત સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થા, માઉન્ટ આબુ દ્વારા પમેથી 0 જુન 2023 દરમિયાન માઉન્ટ આબુ ખાતે પર્વતારોહણના એડવાન્સ કોર્સ, એડવાન્સ રોક ક્લાઈમ્બિંગ કોર્સ તેમજ કોચિંગ રોક ક્લાઈમ્બિંગ કોર્સનું આયોજન થશે.
આ કોર્સ અંતર્ગત 9 મેથી 15 મે દરમિયાન 8થી 13 વર્ષના બાળકો માટે એડવેન્ચર કોર્સનું આયોજન થશે, જે માટે 19 એપ્રિલ 2023 સુધી અરજી કરવાની રહેશે. તા.23 મેથી 6 જુન દરમિયાન 15થી 45 વર્ષના યુવક-યુવતીઓ કે જેમણે સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થા, માઉન્ટ આબુ તથા તેના પેટા કેન્દ્રો ખાતે બેઝિક ખડક ચઢાણનો કોર્સ કર્યો હોય તેમના માટે એડવાન્સ રોક ક્લાઈમ્બિંગ કોર્સનું આયોજન કરાશે. જે માટે 30 એપ્રિલ સુધી અરજી કરાશે.
ઉપરાંત 5મેથી 3 જુન 2023 દરમિયાન 17થી 45 વર્ષના યુવક-યુવતીઓ કે જેમણે સંસ્થામાંથી એડવાન્સ કોર્સ પૂર્ણ કર્યો હોય તેમના માટે કોચિંગ કોર્સ ક્લાઈમ્બિંગ કોર્સનું આયોજન કરાશે જે માટે તા.15 એપ્રિલ સુધી અરજી કરવાની રહેશે.
આ તાલીમ શિબિરમાં જોડાવા ઈચ્છુક યુવક-યુવતીઓ ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં http://commi-synca.gujarat.gov.in વેબસાઈટ પર વિગતે અરજી કરવાની રહેશે.
ઉમેદવારોની લાયકાત, ગુણવત્તા તથા શારીરિક કસોટીના આધારે પસંદગી કરાશે. પસંદગી પામલા ઉમેદવારોને ભોજન, નિવાસ અને તાલીમની વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા જે તે સ્થળે નિઃશુલ્ક પૂરી પાડવામાં આવશે.
Advertisement