Gujarat Exclusive > ગુજરાત > ઉત્તર ગુજરાત > માઉન્ટ આબુમાં ગુજરાતીઓની બસને નડ્યો અકસ્માત, એકનું મોત 5 ગંભીર

માઉન્ટ આબુમાં ગુજરાતીઓની બસને નડ્યો અકસ્માત, એકનું મોત 5 ગંભીર

0
164

માઉન્ટ આબુમાં એક ગુજરાતીઓની પ્રવાસી બસને અકસ્માત નડ્યો હતો, આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા તમામ 25 જેટલા લોકોને સારવાર માટે તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જો કે, પાંચ લોકોની હાલત હાલ ગંભીર હોવાનું સામે આવી રહ્યું છે અને એક વ્યકિતનું મોત થયું છે.

ગુજરાતીઓ માટે સૌથી મનપસંદ સ્થળ એટલે આબુ,જયા લોકો ઠંડીના સમયમાં સૌથી વધારે જવાનું પસંદ કરે છે. ત્યારે ગુજરાતની એક પ્રવાસી બસ આબુ જઈ રહી હતી તે દરમિયાન તેઓની બસને અકસ્માત નડ્યો હતો જેમાં સવાર 25 લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. જો કે, હાલ આ અકસ્માતમાં 5 લોકો ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. તમામ યાત્રીઓ ગુજરાતના ખંભાતના હતા. 5 યાત્રીઓની અકસ્માત બાદ સ્થિતી ગંભીર હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું. સ્થાનિક પોલીસ અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચ્યા હતા. વીર બાવસી મંદિર નજીક બસને આ અકસ્માત નડ્યો હતો.

આ પણ વાંચો: એક બે નહીં બલ્કે રામોલ પોલીસ મથકના પી.આઇ. સામે આઠ અરજીઓ થઇ છે

ઘટનામાં 1નું મોત અને 12થી વધારે લોકો ઘાયલ હોવાનું સામે આવ્યું છે. ઘટના અંગે માહિતી મળતા સ્થાનિક સમાજસેવી સંસ્થાઓ અને તંત્ર રાહત અને બચાવ કાર્ય માટે પહોંચી ચુક્યા છે. ગુજરાતના ખંભાતના તમામ યાત્રીઓ આબુપરથી નીચે ઉતર્યા હતા. ખાનગી બસના ડ્રાઇવરે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત નડ્યો હતો. 12થી વધારે લોકો ગંભીર રીતે ઘાયલ છે. તમામ યાત્રીઓને એમ્બ્યુલન્સની મદદથી માઉન્ટ આબુ રાજકીય હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જ્યાં તમામની સારવાર ચાલી રહી છે 5ની સ્થિતી ગંભીર છે.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9