Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > સોરી દીકરા, આવી રીતે મારવા માટે: સુરતમાં ત્રણ વર્ષના પુત્રને માર્યા બાદ માતાનો આપઘાત

સોરી દીકરા, આવી રીતે મારવા માટે: સુરતમાં ત્રણ વર્ષના પુત્રને માર્યા બાદ માતાનો આપઘાત

0
2

સુરતમાં ત્રણ વર્ષના બાળકનું માતાએ ગળું દબાવી મોતના ઘાટ ઉતાર્યા બાદ તેણીએ પણ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા પંથકમાં ભારે ચકચાર જોવા મળી રહી છે. પતિથી અલગ રહેતી મહિલાએ સુસાઈડ નોટમાં પતિના અફેર અંગે અને માનસિક ત્રાસ અપાતો હોવાનો ઉલ્લેખ પણ કર્યો છે. આ ઘટનાની જાણ પોલીસને થતા કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આગળની તપાસ હાથ ધરી છે.

આ અંગે મૃતક મહિલાના પિતાએ જણાવ્યું છે કે, મારી 31 વર્ષીય દીકરી પ્રિય વંદના ઉર્ફે પિંકી અને 3 વર્ષીય રિશુ સવારે ઊઠ્યા નહોતા, જેથી માતાને ઉઠાડવા માટે મોકલી હતી. રૂમનો દરવાજો ખોલતાં જ બંનેને મૃત જોયાં હતાં. હું બાજુમાં હતો ત્યાંથી દોડી આવ્યો હતો. ત્યાર બાદ 108ને જાણ કરી હતી. તેમણે બંનેને મૃત જાહેર કર્યા હતા. અમારા જમાઈના શારીરિક અને માનસિક ત્રાસથી આ પગલું ભર્યું હોવાની શક્યતા છે. છેલ્લાં સાડાત્રણ વર્ષથી તેઓ અલગ રહેતાં હતાં. અમારા જમાઈનું તેની ભાભી સાથે અફેર હતું. જેથી તેઓ સારી રીતે રહેતાં નહતાં. જોકે જમાઈના ફોનમાં ફોટો હતો, જે મારી દીકરીને જોવા પણ દેતા નહોતા. મારી દીકરી સાથે લગ્ન કર્યા બાદ સાતમા મહિનાથી શ્રીમંત પણ ન થવા દઈને માનસિક અને શારીરિક ત્રાસ આપ્યો છે, જેથી તેને સજા થવી જોઈએ.

વધુમાં જણાવ્યું હતું કે, સાડા ત્રણ વર્ષથી દીકરીએ પિયરમાં આશ્રય લીધો હતો. લગ્નના પહેલા જ મહિનેથી સાસુ અને જમાઈ પ્રેગનેન્સીને લઈ માનસિક હેરાનગતિ કરતા હતા. શ્રિમંતના એક દિવસ પહેલા દીકરી પિયર આવી ગઈ હતી. શ્રિમંત વગર દીકરીએ દીકરાને જન્મ આપ્યો હતો. ખૂબ જ દુઃખ સહન કરીને પણ દીકરી જમાઈને જ પ્રેમ કરતી હતી ને કહેતી હતી કે મારા દીકરાનો બાપ એક જ રહેશે.

વધુમાં જણાવ્યું હતું કે સગર્ભા સમયમાં સાતમા મહિને દીકરી અને એના ગર્ભમાં ઉછળી રહેલા બાળકને કમળો થઈ ગયો હતો. એક હોસ્પિટલથી બીજી હોસ્પિટલ દોડ્યો પણ જોવા શુદ્ધા આવ્યા નહીં. સાડા ત્રણ વર્ષ દીકરી અને પૌત્ર મારા ઘરમાં રહ્યા પણ એક દિવસ જો જમાઈ જોવા કે મળવા આવ્યા હોય, આટલી લાંબી રાહ તો કોઈ ન જૂએ.

વધુમાં જણાવ્યું હતું કે, મારી દીકરીએ હોમ સાયન્સમાં ગ્રેજ્યુએશન કર્યું છે ત્યારબાદ હોટેલ મેનેજમેન્ટનો કોર્સ કર્યો હતો. બસ હું એટલું જ ઈચ્છું છું કે મારા વેવાઈઓને કડકમાં કડક સજા થાય. એમ મા પોતાના લાડકા દીકરાની હત્યા કેવી રીતે કરી શકે, મારી દીકરીને આવું પગલું ભરવા માટે મજબૂર કરનાર આખી જિંદગી જેલમાં સડેએ જોવા માગું છું.

કાશ! સતીશ, તું સમજતે, તારી મા પણ સમજતે. મને અને રિશુને તારી બહુ જરૂર હતી. તું અને ભાવના પણ ક્યારે નહીં સુધરો અને તમને સપોર્ટ કરવાવાળી તારી મા, મારું ઘર તોડવાવાળી તારી મા. જો ઘર કરાવવાનું જ નહીં હોય તો તારી માએ 3 લગ્ન શું કામ કરાવ્યાં. શું કામ મારી જિંદગી બરબાદ કરી. ભાવના સાથે તારું અફેર હતું, મને ખબર પડી એ જ દિવસે હું આત્માહત્યા કરવાની હતી, પણ મા-બાપના વિચારે હું અટકી જતી. હું ભાવનાથી અને તારી માથી બહુ જ નફરત કરું છું. મારું ઘર તોડી નાખ્યું તારે માએ.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat