અમદાવાદમાં રમાનારી ઇંગ્લેન્ડ સામેની મેચોમાં દર્શકોની પણ હાજરી હશે
નવી દિલ્હીઃ ભારત અને પ્રવાસી ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ અમદાવાદના નવા બંધાયેલા મોટેરા (Motera Test Modi) સ્ટેડિયમમાં રમાશે. આ ડે-નાઇટ મેચ જોવા માટે વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પણ આવી શકે છે. વળી આ મેચમાં દર્શકોની પણ હાજરી હશે. કોરોના બાદથી ક્રિકેટ સહિતની ગેમ્સમાં સ્ટેડિયમમાં પ્રેક્ષકો વિના થઇ રહી છે.
ઇંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટ મેચ પણ મોટેરા સ્ટેડિયમમાં જ રમાશે. ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)ના એક અધિકારીએ આ અંગે ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે મોટેરાની ટેસ્ટ મેચો માટે દર્શકોનેને પરવાનગી આપવાનું કન્ફ્રર્મ છે. તેમણે કહ્યું કે અમે સેંકડો ક્રિકેટ રસિકોને મોટેરામાં આવકારવા આતુર છીએ.
મોટેરા વિશ્વની સૌથી વધુ દર્શકોની ક્ષમતાવાળુ સ્ટેડિયમ
મોટેરાનું નવું અને વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ બન્યા બાદ ઇંગ્લેન્ડ સામેની ટીમ ઇન્ડિયાની આ પ્રથમ મેચ હશે. જેમાં શું વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Motera Test Modi)ને પણ આમંત્રણ અપાયું છે? એવા એક પ્રશ્નના જવાબમાં બોર્ડ અધિકારીએ હકારાત્મક જવાબ આપ્યો છે.
પ્રેક્ષકોની હાજરી અંગે તેમણે કહ્યું કે ગત સપ્તાહે રમત-ગમત મંત્રાલયે SoPમાં ફેરફાર કર્યો છે. જે મુજબ કોવડ-19ના પ્રોટોકોલનું પાલન કરતા સ્ટડિયમમાં સંપૂર્ણ સીટો ભરવા દેવાની મંજૂરી આપી દીધી છે.
નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ બાદ સૌથી મોટી ક્રિકેટ મેચ રમાશે Motera Test Modi news
વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ (World’s Largest Cricket Stadium) એવા અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં (Motera Stadium) “નમસ્તે ટ્રમ્પ” કાર્યક્રમ બાદ સૌથી મોટી ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન થઈ રહ્યુ છે. જેમાં આગામી વર્ષે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ક્રિકેટ (India vs England) રમાશે. મોટેરા સ્ટેડિયમમાં 1 લાખથી વધુ પ્રેક્ષકો સમાવવાની ક્ષમતાછે.
નોંધનીય છે કે ચેન્નાઇમાં રમાનારી પ્રથમ ટેસ્ટમાં દર્શકોની હાજરી અંગે હજુ કોઇ જાહેરાત થઇ નથી. પરંતુ બીજી ટેસ્ટમાં 50 સ્ટેડિયમ કેપેસિટી સાથે મેચ રમાવવાની સંભાવના છે. જો તમિલનાડુ ક્રિકેટ એસોસિએશન અને બોર્ડ વચ્ચેની મંત્રણા સફળ થશે તો કોરોના બાદ દેશમાં પ્રથમ વાર દર્શકોની હાજરી વચ્ચે મેચ રમાવવાની શક્યતા છે.
મોટેરામાં 24થી 28 ફેબ્રુઆરી વચ્ચે ત્રીજી ટેસ્ટ
ઇંગ્લેન્ડ સામે પ્રથમ અને બીજી ટેસ્ટ ચેન્નાઇના એમએ ચિદમ્બરમ સ્ટેડિમમમાં રમાશે. પ્રથમ ટેસ્ટ 5થી 9 ફેબ્રુઆરી સુધી અને બીજી ટેસ્ટ 13થી 17 ફેબ્રુઆરી વચ્ચે રમાશે. જ્યારે અમદાવાદમાં 24થી 28 ફેબ્રુઆરી વચ્ચે ત્રીજી ડે-નાઇટ મેચ રમાશે. ચોથી ટેસ્ટ મોટેરામાં 4થી 8 માર્ચ સુધી રમાવાની છે.
ત્યાર બાદ પાંચ ટી-20 મેચ પણ મોટેરા સ્ટેડિયમમાં જ રમાવાની છે.
ભારત-ઈંગ્લેન્ડ ક્રિકેટ સીરિઝનો કાર્યક્રમ India vs England
તારીખ | મેચ | સ્થળ |
5-9 ફેબ્રુઆરી | પ્રથમ ટેસ્ટ | ચેન્નઈ |
13-17 ફેબ્રુઆરી | બીજી ટેસ્ટ | ચેન્નઈ |
24-28 ફેબ્રુઆરી | ત્રીજી ટેસ્ટ | અમદાવાદ |
4-8 માર્ચ | ચોથી ટેસ્ટ | અમદાવાદ |
12-માર્ચ | પ્રથમ T-20 | અમદાવાદ |
14-માર્ચ | બીજી T-20 | અમદાવાદ |
16-માર્ચ | ત્રીજી T-20 | અમદાવાદ |
18-માર્ચ | ચોથી T-20 | અમદાવાદ |
20-માર્ચ | પાંચમી T-20 | અમદાવાદ |
23-માર્ચ | પ્રથમ વન-ડે | પૂણે |
26-માર્ચ | બીજી વન-ડે | પૂણે |
28-માર્ચ | ત્રીજી વન-ડે | પૂણે |