Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં મેચ જોવા માટે થઈ જાવ તૈયાર, આવતીકાલથી મળશે ટિકિટ

વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં મેચ જોવા માટે થઈ જાવ તૈયાર, આવતીકાલથી મળશે ટિકિટ

0
116
  • 23 ફેબ્રુઆરીએ મોટેરા સ્ટેડિયમમાં ભવ્ય કાર્યક્રમ, રાષ્ટ્રપતિ કોવિંદ અને અમિત શાહ આવે તેવી સંભાવના motera stadium first match

અમદાવાદ: શહેરમાં બનેલા વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ મોટેરાનું ઉદ્ઘાટન આગામી 23 ફેબ્રુઆરીએ કરવામાં આવી શકે છે. આ દરમિયાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ગૃહમંત્રી અમિત શાહ હાજર રહે તેવી સંભાવના છે. જેના બીજા દિવસે અહીં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 4 ટેસ્ટની સિરીઝની ત્રીજી મેચ રમાશે. મોટેરાના આ સરદાર પટેલ સ્ટેડિયમમાં ઉદ્ઘાટન અને ટેસ્ટ મેચ દરમિયાન ઠેક-ઠેકાંણે સિવિલ ડ્રેસમાં પોલીસના જવાનો તૈનાત રહેશે. આ માટે ટિકિટના ભાવ પણ નક્કી કરી દેવામાં આવ્યા છે. motera stadium first match

મોટેરાના સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમમાં 1 લાખ પ્રેક્ષકો બેસવાની ક્ષમતા છે, પરંતુ કોરોના ગાઈડલાઈન્સના કારણે સ્ટેડિયમમાં 50 ટકા લોકોને જ પ્રવેશ આપવામાં આવશે. આમ મેચમાં 50 હજાર પ્રેક્ષકોને જ એન્ટ્રી રહેશે.

આ પણ વાંચો: CAA વિરુદ્ધ શાહીનબાગ ધરણા પર પુનર્વિચાર કરવાની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી motera stadium first match

મોટેરા સ્ટેડિયમમાં કેટલા રૂપિયામાં મળશે ટિકિટ? motera stadium first match
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાવા જઈ રહેલી ત્રીજી અને ચોથી ટેસ્ટ મેચ માટે આવતી કાલથી “બુક માય શૉ” પરથી ટિકિટ મળવાની શરૂ થઈ જશે. મોટેરાના નવા સ્ટેડિયમ પર વ્હાઈટ બોલ ટેસ્ટ મેચની ટિકિટનો ભાવ 300 થી 2500 રૂપિયા સુધીનો નક્કી કરવામાં આવ્યો છે. સ્ટેડિયમમાં જુદી-જુદી જગ્યા પ્રમાણે 300, 400, 450, 500, 1000 અને 2500 રૂપિયાની ટિકિટ ઓનલાઈન મળશે. મેદાનમાં ચારે તરફ ઉપરની સાઈડના પેવેલિયનની કિંમત 300 રૂપિયા નક્કી કરવામાં આવી છે.

આ સિવાય નીચેના ભાગમાં બેસવા માટેની ટિકિટના ભાવ 400, 450 અને 500 રૂપિયા રાખવામાં આવ્યા છે. આ સિવાય અદાણી લેફ્ટ એન્ડ રાઈટ પેવેલિયનમાં એક ટિકિટની કિંમત 1000 રૂપિયા, તો અદાણી બેંકવેટ સીટમાં એક ટિકિટની કિંમત 2500 રૂપિયા નક્કી કરવામાં આવી છે. આ તમામ ટિકિટ ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા જે-તે દિવસે મેદાન પરથી પણ મેળવી શકાશે.

ટીમ ઈન્ડિયાને VVIP ગેટથી મળશે પ્રવેશ motera stadium first match
ટેસ્ટ મેચ દરમિયાન પ્રેક્ષકોને મેઈન ગેટ એટલે કે સાબરમતી નદી તરફથી પ્રવેશ આપવામાં આવશે. જ્યારે ક્રિકેટ ટીમ આસારામ આશ્રમ પાસે બનેલા ગેટથી એન્ટ્રી કરશે. આ ગેટ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નમસ્તે ટ્રમ્પના કાર્યક્રમ દરમિયાન બનાવવામાં આવ્યો હતો. આ સિવાય BCCIના અધિકારીઓ અને અન્ય VVIP ને પણ આજ ગેટથી પ્રવેશ આપવામાં આવશે. ઉદ્ઘાટન અને ટેસ્ટ મેચ દરમિયાન સ્ટેડિયમની આસપાસ સરકારી પ્લોટમાં પાર્કિંગની વ્યવસ્થા હશે. પાર્કિંગ બાદ લોકોને અડધો કિલોમીટર ચાલીને સ્ટેડિયમ સુધી પહોચવાનું રહેશે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat