Gujarat Exclusive > રાજનીતિ > ચૂંટણી સભાઓમાં સ્ત્રી શક્તિનું અપમાન! મહિલાઓ પર વિવાદિત ટિપ્પણીઓ કરી ચૂક્યાં છે આ નેતાઓ

ચૂંટણી સભાઓમાં સ્ત્રી શક્તિનું અપમાન! મહિલાઓ પર વિવાદિત ટિપ્પણીઓ કરી ચૂક્યાં છે આ નેતાઓ

0
99
  • શશિ થરુર પાસે 50 કરોડની ગર્લફ્રેન્ડ!
  • રેણુકા ચૌધરીના હાસ્યને રામાયણના રાક્ષસી અટ્ટહાસ્ય સાથે સરખાવ્યું
  • પૈસા લઈને ઠૂમકા લગાવનારી આજે અમને રાજનીતિ શીખવશે!

Controversy Statement By Indian Politicians: મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા કમલનાથે (Kamal Nath) એક ચૂંટણી સભાને (Election Rally) સંબોધતા પૂર્વ મંત્રી ઈમરતી દેવી (Imarti Devi) પર આપત્તિજનક ટિપ્પણી કરી છે. જેને લઈને રાજકારણ ગરમાયું છે.

શું કહ્યું હતું કમલનાથે?
કમલનાથે રાજ્યની પેટાચૂંટણી (Madhya Pradesh Bypolls) માટે જનસભાને સંબોધતા કહ્યું હતું કે, સુરેશ રાજે અમારા ઉમેદવાર છે. સરળ સ્વભાવના છે. તેઓ તેમના જેવા નથી. શું નામ છે એમનું? જેના પર ભીડમાંથી અવાજ આવે છે ઈમરતી દેવી. આ સાથે જ કમલનાથ કહે છે  કે, હું શું તેમનું નામ લઉં, તમે મારા કરતાં વધારે તેમને જાણો છો. તમારે મને પહેલા જ સાવધ કરી દેવો જોઈતો હતો કે, આ કંઈ ‘આઈટમ’ છે.

જણાવી દઈએ કે, આ કંઈ પ્રથમ વખત નથી, જ્યારે કોઈ નેતા દ્વારા કોઈ મહિલા પર આ પ્રકારની વિવાદાસ્પદ ટિપ્પણી કરવામાં આવી હોય. તો ચાલો એક નજર નાંખીએ આવી જ કેટલીક આપત્તિજનક ટિપ્પણીઓ  ઉપર…

વસુંધરા ને આરામ આપો, ખૂબ થાકી ગયા છે
વર્ષ 2018માં રાજસ્થાનમાં એક ચૂંટણી સભાને (Election Rally) સંબોધન કરવા દરમિયાન શરદ યાદવે કહ્યું હતું કે, વસુંધરા રાજેને આરામ આપો, તે ખૂબ જ થાકી ગયા છે. ખૂબ જ મેદસ્વી (મોટી) થઈ ગયા છે. અમારા મધ્ય પ્રદેશની દીકરી છે. શરદ યાદવના આ નિવેદન પર વસુંધરા રાજેએ નારાજગી વ્યક્ત કરી હતી. Controversy Statement By Indian Politicians

ફિલ્મોમાં નાચનારી જયા બચ્ચન…
પૂર્વ સાંસદ નરેશ અગ્રવાલે જયા બચ્ચનને ફિલ્મોમાં નાચનારી કહી દીધુ હતું. હકીકતમાં જ્યારે 2018માં જયા બચ્ચનને સમાજવાદી પાર્ટી તરફથી રાજ્યસભા માટે ફરીથી નોમિનેટ કરવામાં આવ્યા, ત્યારે નરેશ અગ્રવાલે તેમના માટે આ વિવાદાસ્પદ શબ્દો વાપર્યા હતા.

જ્યારે PM મોદી બોલ્યા- સભાપતિ જી રેણુકા જીને કશું જ ના કહો…
2018માં એક વખત સંસદમાં PM મોદી જવાબ આપી રહ્યાં હતા. આ દરમિયાન કોંગ્રેસ નેતા રેણુકા ચૌધરી અટ્ટહાસ્ય કરવા લાગ્યા હતા. સભાપતિ વેંકૈયા નાયડુએ નારાજગી વ્યક્ત કરીને રેણુકા ચૌધરીને ટોક્યા હતા, ત્યારે PM મોદીએ તેમને અટકાવતા કહ્યું હતું કે, સભાપતિ જી રેણુકા જીને કશું જ ના કહો. રામાયણ સીરિયલ બાદ પ્રથમ વખત આવું હાસ્ય સાંભળવા મળ્યું છે.

વડાપ્રધાન મોદીએ ઈશારામાં રેણુંકા ચૌધરીના હાસ્યને રામાયણની રાક્ષસી શુપર્ણખાના હાસ્ય સાથે સરખાવ્યું હતું. વડાપ્રધાનના નિવેદન પર રેણુકા ચૌધરીએ પણ વાંધો ઉઠાવ્યો હતો. Controversy Statement By Indian Politicians

ઠુમકા લગાવનારી, આજે રાજનીતિ શીખવી રહી છે
2012માં એક ટીવી ડિબેટ દરમિયાન કોંગ્રેસ નેતા સંજય નિરુપમે ભાજપના સ્મૃતિ ઈરાની વિશે કહ્યું હતું કે, કાલ સુધી તમે પૈસા માટે ઠુમકા મારી રહ્યાં હતા અને આજે હવે તમે મને રાજનીતિ શીખવી રહ્યાં છે.

આ પણ વાંચો: સરકારી ગ્રાન્ટ મેળવનારી 130 NGOમાં ગેરરીતિ, બ્લેકલિસ્ટ કરવાની તૈયારીમાં સરકાર

થરુરની 50 કરોડની ગર્લફ્રેન્ડ
વર્ષ 2012માં નરેન્દ્ર મોદીએ ચૂંટણી સભાને સંબોધતા કોંગ્રેસ સાંસદ શશિ થરુરની પત્ની સુનંદા પુષ્કર વિશે કહ્યું હતું કે, “વાહ ક્યા ગર્લફ્રેન્ડ હૈ?” તેમણે જનમેદનીને પૂછ્યું હતું કે, શું તમે ક્યારેય જોઈ છે 50 કરોડની ગર્લફ્રેન્ડ? જેના પર શશિ થરુરે પલટવાર કરતા જણાવ્યું હતું કે, મોદીજી મારી પત્ની 50 કરોડની નહી, પરંતુ અનમોલ છે. જેનો તમને ક્યારેય ખ્યાલ નહીં આવે. Controversy Statement By Indian Politicians

દિગ્વિજય સિંહે પોતાની જ પાર્ટીના સાંસદને કહ્યું ‘ટંચમાલ’
વર્ષ 2013માં મધ્ય પ્રદેશના મંદસોરમાં એક જનસભાને સંબોધિત કરતા કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે પોતાની જ પાર્ટીના સાંસદ મિનાક્ષી નટરાજનને 100 ટંચ માલ કહી દીધુ હતું. જેના પર તેમની ખૂબ જ આલોચના થઈ હતી.

દિગ્વિજય સિંહે તે સમયે કહ્યું હતું કે, મિનાક્ષી નટરાજન તમારી લોકસભાના સાંસદ છે. ગાંધાવાદી છે, સરળ અને પ્રામાણિક છે, સૌ કોઈની પાસે જાય છે. મને પણ 40-42 વર્ષનો અનુભવ છે. હું પણ જૂનો ખેલાડી છું. પીઢ રાજકારણીઓને થોડી વાતમાં જ ખ્યાલ આવી જાય છે કે, કોણ સાચુ છે. તેમને ભરપુર સમર્થન કરો. આજે પણ દિગ્વિજય સિંહના આ નિવેદન પર વિરોધીઓ તેમને ઘેરતા જોવા મળે છે.