નવી દિલ્હી: રશિયાના પાટનગર મોસ્કોથી દિલ્હી આવતી વિમાનમાં બોમ્બની સૂચનાથી અફરા તફરી મચી ગઇ હતી. દિલ્હીમાં વિમાનની લેન્ડિંગ બાદ ક્રૂ સભ્યો અને વિમાનમાં સવાર તમામ મુસાફરોને સુરક્ષિત ઉતારી લેવામાં આવ્યા હતા. ફ્લાઇટમાં 386 મુસાફર અને ચાલક દળના 16 સભ્યોને સુરક્ષિત ઉતારવામાં આવ્યા હતા. દિલ્હી પોલીસ અનુસાર, તપાસ બાદ બોમ્બની સૂચના અફવા નીકળી હતી. તે બાદ દિલ્હી એરપોર્ટના અધિકારીઓએ પણ રાહતનો શ્વાસ લીધો હતો.
Advertisement
Advertisement
બોમ્બની ધમકી બાદ એલર્ટ પર હતુ IGI એરપોર્ટ
અધિકારીઓ અનુસાર, ગુરૂવારની રાત્રે ઇન્દિરા ગાંધી એરપોર્ટ પર મૉસ્કોથી દિલ્હી આવતી ફ્લાઇટમાં બોમ્બનો ધમકી ભરેલો ઇમેલ મળ્યો હતો. તે બાદ સુરક્ષા એજન્સીઓને એલર્ટ પર રાખવામાં આવ્યા હતા અને એરપોર્ટની સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી હતી. તપાસમાં દિલ્હી પોલીસને કઇ મળ્યુ નહતુ.
દિલ્હી પોલીસનું કહેવુ છે કે વિમાનને મૉસ્કોથી સવારે 3:20 વાગ્યે દિલ્હી એરપોર્ટ પર પહોચવાનું હતું. જ્યારે રાતના 3:20 વાગ્યે મૉસ્કોથી ટર્મિનલ 3 (ટી3) માટે આવનારી ફ્લાઇટમાં બોમ્બ વિશે 11.15 વાગ્યે સૂચના આપવામાં આવી હતી કે વિમાનમાં બોમ્બ છે. તે પછી મુસાફર અને ક્રૂ મેમ્બરને ઉતારીને વિમાનની તપાસ કરવામાં આવી હતી. તે બાદ તેને અફવા ગણવામાં આવી હતી.
દિલ્હી પોલીસને શુક્રવાર સવારે રશિયાના મૉસ્કો શહેરથી દિલ્હી આવતા વિમાનમાં બોમ્બની સૂચના મળી હતી. તે બાદ અફરા તફરી સર્જાઇ હતી. દિલ્હી સ્થિત પાલમ એરપોર્ટ પર સવારે 3 વાગીને 20 મિનિટ પર વિમાન લેન્ડ થયુ હતુ. તે બાદ વિમાનની તપાસ શરૂ કરવામાં આવી હતી.
આ પણ વાંચો: ચોથી વંદે ભારત ટ્રેનને પીએમ મોદીએ બતાવી લીલી ઝંડી, હિમાચલના ઉનાથી દિલ્હી પાંચ કલાકમાં પહોચશે
મહત્વપૂર્ણ છે કે ઓક્ટોબરના પ્રથમ અઠવાડિયામાં દિલ્હીમાં સુરક્ષા એજન્સીઓને ઇરાનના મુસાફરમાં વિમાનમાં બોમ્બની સૂચના મળી હતી. તે બાદ તમામ સુરક્ષા એજન્સી અને સબંધિત વિભાગોને એલર્ટ જાહેર કરવામાં આવ્યુ હતુ. આ સાથે વિમાનને દિલ્હીમાં ઉતરવાની પરવાનગી આપવામાં આવી નહતી.
Advertisement