Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > મોરવા હડફની બેઠકની જીતના કારણે ભાજપનું વિધાનસભામાં સંખ્યાબળ 112નું થયું

મોરવા હડફની બેઠકની જીતના કારણે ભાજપનું વિધાનસભામાં સંખ્યાબળ 112નું થયું

0
42
  • ભાજપની જીત વડાપ્રધાન તથા ગુજરાત સરકારના પ્રજાલક્ષી કાર્યો અને કાર્યકરોની અથાગ મહેનત પરિણામ છે: પાટીલ

  • જનતાએ ભાજપને આપેલ વધુ એક બેઠક માટે મોરવા હડફના મતદારોના નિર્ણયને ભાજપે આવકાર્યો

ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની મોરવા હડફ બેઠકની પેટાચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર નિમિષાબેન સુથારની જંગી બહુમતી એટલે કે 45432 મતથી જીત થઇ છે . મોરવાહડફની એક બેઠક વધવાથી ભાજપનું સંખ્યાબળ વિધાનસભામાં 112 બેઠકનું થશે.

ગુજરાતના મતદારોના આ નિર્ણયને આવકારતા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે જણાવ્યું હતું કે મોરવા હડફની જનતાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલા પ્રજાકીય કાર્યો અને નિર્ણયો તેમજ પ્રવર્તમાન ભારતનો વિકાસ અને ગુજરાતના વિકાસની વણથંભી યાત્રામાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના પ્રદાનને આવકારી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જંગી બહુમતીથી જીત આપી છે. ગુજરાતની જનતાએ ભાજપાને વધુ એક બેઠક આપી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પોતાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

વધુમાં પાટીલે જણાવ્યું હતું કે ગુજરાત સરકારે પ્રજા લક્ષી કાર્યો કર્યા અને કોરોનાના કપરા કાળમાં ત્વરિત પ્રજાહિતના જે નિર્ણયો લીધા તે બદલ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલના નેતૃત્વમાં ચાલતી ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકાર પણ આ જીત માટે એટલી જ સહભાગી છે.

એ જ રીતે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના સંગઠનના કાર્યકરોએ માઈક્રો પ્લાનિંગ કરી અને મતદારોને પેજ સમિતિ સુધી પહોંચીને તેઓને સરકારી યોજનાઓનો લાભ અને જાણકારી આપી અને તે બાબતે અવગત કર્યા . મોરવા હડફ મતવિસ્તારમાં ચુંટણી અર્થે કામગીરી કરી છે તે ભાજપાના તમામ કાર્યકરો પણ આ જીતમાં એટલા જ યશને અધિકારી છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat