Gujarat Exclusive > યુથ > ઓટો-ટેક > વિશ્વમાં સૌથી વધુ લોકો ‘આ’ પાસવર્ડનો ઉપયોગ કરે છે, જાણો વિગત

વિશ્વમાં સૌથી વધુ લોકો ‘આ’ પાસવર્ડનો ઉપયોગ કરે છે, જાણો વિગત

0
401

દુનિયાભરના લોકો પોતાના એકાઉન્ટને સુરક્ષિત રાખવા માટે અવનવા પાસવર્ડ રાખતા હોય છે, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે, મોટાભાગના લોકો એક જ જેવા પાસવર્ડનો ઉપયોગ કરી રહ્યા છે. અમુક લોકો તો ફૂટબૉલની ટીમના નામ ઉપર પણ પાસવર્ડ રાખે છે.

જેની પાછળનું કારણ એ પણ હોઈ શકે છે કે, લોકો એકદમ સરળ પાસવર્ડ રાખવા માંગતા હોય, જે તેઓને કાયમ યાદ રહે. આજ કારણે મોટાભાગના લોકો 123456 પાસવર્ડ રાખતા જોવા મળે છે.

એક રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો છે કે, દુનિયાના લગભગ બે કરોડ લોકોનો પાસવર્ડ 123456 છે. આટલો સરળ પાસવર્ડ રાખવાથી તેમના પર સાઈબર હુમલાનું જોખમ વધી જાય છે.

લોકોમાં જાગૃક્તાની ઉણપના કારણે બ્રિટનની નેશનલ સાયબર સિક્યોરિટી સેન્ટરે રિસર્ચ કર્યું છે. તેણે એવા એકાઉન્ટનો ડેટાબેસ તૈયાર કર્યો છે, જેને હેકર્સ દ્વારા હેક કરવામાં આવ્યા હોય. આ શોધમાં જાણવા મળ્યું કે, 2.3 કરોડ લોકોએ 123456ને પાસવર્ડ તરીકે ઉપયોગ કર્યો હતો. જ્યારે બીજા નંબર પર 123456789 પાસવર્ડનો ઉપયોગ થયો હતો. જો ટોપ પાંચ પાસવર્ડની વાત કરવામાં આવે તો, એમાં QWERTY અને 11111111નો પણ સામેલ છે. આ ઉપરાંત અમુક લોકોએ પાસવર્ડ તરીકે પોતાની સ્થાનિક ફૂટબોલની ટીમનો ઉપયોગ કર્યો છે.