Gujarat Exclusive > દેશ-વિદેશ > દેશમાં સતત પાંચમા દિવસે અઢી લાખથી વધારે કેસ, લગભગ 7 હજાર લોકોના મોત

દેશમાં સતત પાંચમા દિવસે અઢી લાખથી વધારે કેસ, લગભગ 7 હજાર લોકોના મોત

0
43

ભારતમાં કોરોનાના પ્રતિદિવસ નવા આંકડાઓ કહેર વરસાવી રહ્યાં છે. સોમવારે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા રજૂ કરેલા આંકડાઓ અનુસાર પાછલા 24 કલાકમાં કોવિડના 2,73,810 નવા કેસ સામે આવ્યા છે. જે પછી કુલ પોઝિટવ કેસોની સંખ્યા 1,50,61,919 થઈ. નવી 1,619 મોતો પછી કુલ મોતોની સંખ્યા 1,78,769 થઈ ગઈ છે. દેશમાં સક્રિય કેસોની કુલ સંખ્યા 19,29,329 અને ડિસ્ચાર્જ કેસોની કુલ સંખ્યા 1,29,53,821 છે. તો પાછલા પાંચ દિવસમાં સાત હજાર લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.

દેશમાં વર્તમાનમાં કોવિડની બીજી લહેર ખુબ જ ઝડપી રીતે આગળ વધી રહી છે. હવે એક દિવસમાં અઢી લાખથી વધારે પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે.

કોવિડ સંક્રમણમાં અચાનક આ પ્રસારનું કારણ ભારતમાં જોવા મળતો નવો કોરોના વેરિઅન્ટ B.1.617ને માનવામાં આવી રહ્યો છે, જેને ડબલ મ્યૂટેન્ટનું નામ પણ આપવામાં આવ્યું છે.

નવો વેરિએન્ટ B.1.617 ભારતમાં બે મ્યૂટેશન E482Q અને L452Rના રૂપમાં મળી આવ્યો છે. આને સૌથી પહેલા પાંચ ઓક્ટોબર 2020માં મહારાષ્ટ્રના એક ભારતીય વૈજ્ઞાનિક દ્વારા રિપોર્ટ કરવામાં આવ્યો હતો. સોમવારે આને WHO સામે રજૂ કરવામાં આવ્યો. આ જાણકારી શુક્રવારે WHOની ટેકનિકલ લીડ ઓફિસર અઓન કોવિડલ વૈન કરખોવેએ પત્રકારોને સંબોધિત કરતા આપી હતી. સાથે જ તેમને કહ્યું કે, આ વેરિએન્ટની તપાસ અમે સાવધાનીપૂર્વક કરી રહ્યાં છીએ. આ વેરિએન્ટમાં બે મ્યૂટેશનનું હોવું, વિશ્વના અન્ય વેરિએન્ટમાં પણ જોવા મળી રહ્યું છે, જે ચિંતાનો વિષય છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat