Gujarat Exclusive > દેશ-વિદેશ > Covid-19 In India: એક જ દિવસમાં 85,362 નવા કેસ, વધુ 1089ના મોત

Covid-19 In India: એક જ દિવસમાં 85,362 નવા કેસ, વધુ 1089ના મોત

0
137

નવી દિલ્હી: દેશમાં કોરોના વાઈરસ (Corona Virus) થી સંક્રમિત દર્દીઓની સંખ્યા ઓછી જરૂર થઈ છે, પરંતુ કોરોના ગ્રાફ (Corona Graph) હજુ પણ ઝડપથી ઉપર જઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 85,362 નવા પોઝિટિવ કેસો (Corona Positive Case) સામે આવ્યાં છે. જ્યારે આજ સમયગાળા દરમિયાન વધુ 1089 લોકોના મરણ નોંધાયા છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી રજૂ કરવામાં આવેલા આંકડા અનુસાર, નવા કેસો ઉમેરાવાની સાથે જ દેશમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 59,03,932 પર પહોંચી ચૂકી છે. જ્યારે અત્યાર સુધી જીવલેણ કોરોના દેશમાં 93,379 લોકોને ભરખી ચૂક્યો છે.

દેશમાં કોરોનાના કેસો ઝડપથી વધી જરૂર રહ્યાં છે, પરંતુ સામે તેના કરતાં વધુ લોકો સ્વસ્થ ફણ થઈ રહ્યાં છે. હાલ દેશમાં કોરોનાના 9,60,969 એક્ટિવ કેસ છે. રાહતની વાત એ છે કે, અત્યાર સુધી 48,49,584 લોકો કોરોનાને માત આપવામાં સફળ રહ્યાં છે. એટલે કે, તેઓ સારવાર બાદ સ્વસ્થ થઈ જતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.

ICMRના જણાવ્યા પ્રમાણે, દેશમાં 24 કલાકની અંદર 13,41,535 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યાં છે. આ સાથે જ અત્યાર સુધી 7,02,69,975 લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવી ચૂક્યો છે.

આ પણ વાંચો: UN મહાસભામાં ઈમરાનના ભાષણનો બહિષ્કાર, ભારતીય પ્રતિનિધિઓએ કર્યું વૉકઆઉટ

► કોરોનાથી પ્રભાવિત દેશના મુખ્ય રાજ્યોમાં શું છે સ્થિતિ?

→ મહારાષ્ટ્રમાં Covid-19ના એક જ દિવસમાં 17,794 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 13,00,757 પર પહોંચી ચૂકી છે. જ્યારે 24 કલાકમાં વધુ 416 દર્દીઓના મોત થવા સાથે જ કોરોનાના કારણે મૃતકોની સંખ્યા વધીને 34,761 પર પહોંચી ગઈ છે.

→ કર્ણાટકમાં શુક્રવારે કોરોના વાઈરસના 8655 નવા કેસો નોંધાયા છે. જ્યારે વધુ 86 કોરોના દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સાથે જ રાજ્યમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 5,57,212 પર પહોંચી ચૂકી છે. જ્યારે મૃતકોની સંખ્યા 8417 થઈ ગઈ છે.

→ ઝારખંડમાં એક જ દિવસમાં કોરોનાના 1271 નવા કેસ નોંધાયા અને વધુ 9 દર્દીઓ મોતને ભેટ્યાં છે. આ સાથે જ રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 77,709 પર પહોંચી ચૂકી છે. જ્યારે કોરોનાના કારણે મોતને ભેટેલા દર્દીઓનો આંકડો વધીને 661 થઈ ગયો છે.

→ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1442 નવા કેસ સામે આવ્યાં છે. જ્યારે વધુ 12 કોરોના દર્દીઓના મરણ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના સંક્રમિતોનો કુલ આંકડો વધીને 1,30,391 પર પહોંચી ચૂક્યાં છે. હાલ રાજ્યમાં કોરોનાના 16,505 એક્ટિવ કેસ છે.