Gujarat Exclusive > દેશ-વિદેશ > કોરોના તોડી રહ્યો છે રેકોર્ડ, છેલ્લા 24 કલાકમાં નવા 6088 કેસ નોંધાયા

કોરોના તોડી રહ્યો છે રેકોર્ડ, છેલ્લા 24 કલાકમાં નવા 6088 કેસ નોંધાયા

0
427

નવી દિલ્હી: કોરોના વાઈરસને કાબૂમાં કરવા માટે લાગૂ લૉકડાઉન છત્તાં પણ સંક્રમણ છેલ્લા કેટલાક દિવસોથી રેકોર્ડ બનાવી રહ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 6 હજાર જેટલા નવા પોઝિટિવ કેસો સામે આવી ચૂક્યા છે. જે અત્યાર સુધીના એક દિવસમાં મળી આવેલા સંક્રમિતોની સંખ્યાનો રેકોર્ડ છે. આ સિવાય આજ સમયગાળામાં કુલ 148 લોકો કોરોનાના કારણે મોતને ભેટ્યા છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે, દેશમાં અત્યાર સુધી કોરોનાના સંક્રમિતોની સંખ્યા 1,18,447 પર પહોંચી ગઈ છે. જ્યારે અત્યાર સુધી કુલ કુલ 3583 લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. અગાઉ ગુરૂવારે કોરોના દર્દીઓની સંખ્યા 1,12,359 હતી.

દેશના કુલ 1,18,447 પોઝિટિવ કેસોમાંથી 48,574 સંક્રમિત દર્દીઓ સ્વસ્થ થઈ ચૂક્યા છે, જ્યારે 66,330 એક્ટિવ કેસો છે. તો ચાલો જાણીએ દેશના ટોપ-5 રાજ્યોમાં શું છે સ્થિતિ

 ક્રમ રાજ્ય કુલ કેટલા કેસો નોંધાયા? કુલ કેટલા લોકોના મોત?
1 મહારાષ્ટ્ર 41642 1454
2 દિલ્હી 11659 194
3 ગુજરાત 12905 773
4 તમિલનાડુ 13967 94
5 ઉત્તર પ્રદેશ 5515 138

આ સિવાય જો અન્ય રાજ્યોની વાત કરીએ તો, આંધ્ર પ્રદેશમાં 2647, અસમમાં 203, બિહારમાં 1982, છત્તીસગઢમાં 128, હરિયાણામાં 1031 કોરોના સંક્રમિતો નોંધાયા છે. આ ઉપરાંત જમ્મુ-કાશ્મીરમાં અત્યાર સુધી 1449 અને કર્ણાટકમાં 1605 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.

કોરોના વાયરસના કારણે વર્તમાન સ્થિતિમાં તમારા સુધી ન્યૂઝ પેપર પહોંચી રહ્યાં નથીતેવામાં દેશ-દુનિયાના અને ખાસ કરીને ગુજરાતના સમાચારો માટે તમે ગુજરાત એક્સક્લૂઝિવના ફેસબુક પેજને લાઈક કરી શકો છો અથવા વોટ્સએપ-ટેલિગ્રામ અને ટ્વિટર પર અમારા સાથે જોડાઇ શકો છો.

RBI ગવર્નરની મોટી જાહેરાત, ઓગસ્ટ સુધી EMI ચૂકવવામાં મળી છૂટ