Gujarat Exclusive > દેશ-વિદેશ > ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 5.28 લાખને પાર, 24 કલાકમાં 19906 નવા કેસ

ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 5.28 લાખને પાર, 24 કલાકમાં 19906 નવા કેસ

0
181

• દેશમાં પ્રથમ વખત એક જ દિવસમાં સૌથી વધુ પોઝિટિવ કેસ
• કોરોનાએ 16 હજારથી વધુનો લીધો જીવ
• 3,09,713 લોકો કોરોનાને માત આપવામાં સફળ
• જાણો તમારા રાજ્યમાં કોરોનાની શું છે સ્થિતિ?

નવી દિલ્હી: દેશમાં કોરોના વાઈરસના પોઝિટિવ કેસોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 19,906 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે આજ સમયગાળા દરમિયાન વધુ 410 કોરોના સંક્રમિતોના મરણ નોંધાયા છે. ભારતમાં આવું પ્રથમ વખત થયું છે, જ્યારે એક જ દિવસમાં કોરોના સંક્રમિતોનો આંકડો 20 હજારની નજીક પહોંચ્યો હોય.

આ પણ વાંચો: કોરોનાની સારવાર માટે શંકરસિંહ વાઘેલા હોસ્પિટલમાં દાખલ કરાયા, PM મોદીએ કર્યો ફોન

સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા પ્રમાણે, દેશમાં હેવે કોરોના સંક્રમિતોની સંખ્યા 5,28,859 પર પહોંચી ગઈ છે. જ્યારે અત્યાર સુધી કુલ 16,095 લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. જો કે રાહતની વાત એ છે કે, અત્યાર સુધી 309713 લોકો સારવાર બાદ સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા છે. દેશમાં હાલ Covid-19ના 2,03,051 એક્ટિવ કેસો છે.

દેશના દરેક રાજ્યોમાં કોરોનાના નવા કેસો ઉમેરાતા જ જાય છે. જો કે કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત મહારાષ્ટ્ર રાજ્ય છે. અહીં 67,615 એક્ટિવ કેસો છે. તો ચાલો જાણીએ દેશના ટોપ-15 રાજ્યોમાં કોરોનાની શું છે સ્થિતિ?

 ક્રમ રાજ્ય કુલ એક્ટિવ કેસ કુલ કેટલા કેસ? કુલ કેટલા મરણ?
1 મહારાષ્ટ્ર 67615 159133 7273
2 કર્ણાટક 4445 11923 191
3 દિલ્હી 28329 80188 2558
4 ગુજરાત 6511 30709 1789
5 આંધ્ર પ્રદેશ 6648 12285 157
6 મધ્ય પ્રદેશ 2444 12965 550
7 રાજસ્થાન 3186 16944 391
8 તમિલનાડુ 33216 78335 1025
9 ઉત્તર પ્રદેશ 6685 21549 649
10 તેલંગાણા 8265 13436 243
11 પંજાબ 1608 5065 128
12 પશ્ચિમ બંગાળ 5293 16,711 629
13 બિહાર 2029 8931 59
14 જમ્મુ-કાશ્મીર 2648 6,966 93
15 હરિયાણા 4737 13427 218

ચીનનો વિરોધ: Zomatoના કર્મીઓના સામુહિક રાજીનામાં, ટી-શર્ટ્સ સળગાવી