Gujarat Exclusive > દેશ-વિદેશ > દેશમાં 24 કલાકમાં 4 લાખથી વધુ નવા કેસ, 3525 લોકોના મોત

દેશમાં 24 કલાકમાં 4 લાખથી વધુ નવા કેસ, 3525 લોકોના મોત

0
56

કોરોનાનો પ્રંચડ રૂપ નિયંત્રણમાં આવવાની જગ્યાએ પ્રતિદિવસ વધુ વિકરાળ સ્વરૂપ લઈ રહ્યો છે. કોરોના પ્રતિદિવસ પોતાના પાછલા બધા રેકોર્ડ તોડી રહ્યો છે. પાછલા ચોવીસ કલાકમાં ચાર લાખથી વધારે નવા કોરોનાના કેસો સામે આવ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડાઓ અનુસાર દેશમાં 4,01,993 નવા કોરોનાના કેસો સામે આવ્યા છે, જે એક ડરાવનાર સ્થિતિ દર્શાવે છે. તે ઉપરાંત પાછલા ચોવીસ કલાકમાં 3525 લોકોનો જીવ કોરોનાના કારણે જતો રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે દેશના વૈજ્ઞાનિકોએ કરેલી ભવિષ્યવાણી સત્ય પડી રહી છે. જણાવી દઈએ કે, આઈઆઈટી કાનપુર અને હૈદરાબાદના નિષ્ણાતોએ થોડા સમય પહેલાં અહેવાલ રજૂ કર્યો હતો એ પ્રમાણે મેના બીજા સપ્તાહમાં દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 38થી 48 લાખ સુધી થઈ જશે. એક દિવસમાં 4.4 લાખ કેસ નોંધાવા લાગશે.

ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજી (આઈઆઈટી) કાનપુર અને હૈદરાબાદના સંશોધકોએ ગાણિતિક મોડેલના આધારે દાવો કર્યો હતો કે 11થી 15-મે દરમિયાન દેશમાં એક્ટિવ કોરોના કેસની સંખ્યા સૌથી વધુ હશે. એ વખતે દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 38 લાખથી 48 લાખ સુધી હોઈ શકે છે.

તે પહેલાં 4મેથી 8 મે દરમિયાન સૌથી વધુ કેસ નોંધાવવાનું શરૂ થશે. આ દિવસો દરમિયાન દરરોજના 4 લાખથી 4.4 લાખ કેસ નોંધાશે. નિષ્ણાતોના મતે ભારતમાં કોરોનાની બીજી લહેર દરમિયાન નોંધાતા આ હાઈએસ્ટ કેસ હશે અને હાઈએસ્ટ એક્ટિવ કેસ હશે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat