Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > કોરોના સંકટ વચ્ચે માથુ ઉચકી રહ્યું છે ફંગલ ઈન્ફેક્શન ‘મ્યૂકોરમાઈકોસિસ’, ડાયાબિટીસના દર્દીઓને વધુ ખતરો

કોરોના સંકટ વચ્ચે માથુ ઉચકી રહ્યું છે ફંગલ ઈન્ફેક્શન ‘મ્યૂકોરમાઈકોસિસ’, ડાયાબિટીસના દર્દીઓને વધુ ખતરો

0
72

અમદાવાદ: કોરોના મહામારી વચ્ચે અનકંટ્રોલ્ટ ડાયાબિટીસ, કિડની, હાઈપર ટેન્શર અને મેદસ્વીપણાની સમસ્યાનો સામનો કરી રહેલા લોકોએ ખાસ તકેદારી રાખવાની જરૂરત છે. આવી મલ્ટીપલ બીમારીથી પીડાતા લોકો માટે હવે એક નવી બીમારી મુશ્કેલી ઉભી કરી રહી છે. અમદાવાદમાં અત્યાર સુધીમાં આવા 60 દર્દીઓ મળી આવ્યાં છે, જે “મ્યુકોરમાઈકોસિસ” (ફંગલ ઈન્ફેક્શન) નામની ગંભીર બીમારીમાં સપડાઈ રહ્યાં છે. જેમાંથી 9 લોકોના મોત નીપજ્યાં છે, જ્યારે 3 લોકોને અંધાપો આવી ચૂક્યો છે. હાલ આવા 30થી વધુ દર્દીઓ સિવિલ હોસ્પિટલમાં દાખલ છે. Mucormycosis cases

આ અંગે સિવિલ હોસ્પિટલ તરફથી પ્રાપ્ત વિગતો મુજબ, મલ્ટીપલ બિમારીથી પીડાતા લોકો માટે કોરોના એક મોટી આફત બનીને ઉભરી રહ્યો છે. આવા દર્દીઓમાં લોહીના ગઠ્ઠા જામી જવાની ફરિયાદ થઈ રહી છે. લોહીના ગઠ્ઠા જામવાના કારણે તેમનું શુગર લેવલ એકદમ વધી જાય છે. આ સિવાય નાક-કાનમાં ઈન્ફેક્શન થયા બાદ ફંગસ થઈ જાય છે અને આખા ચહેરા પર સોજા આવી જાય છે.

જેની સૌથી વધુ અસર આંખો પર પડે છે અને સમયસર સારવાર ના મળવા પર દર્દી પોતાની આંખોની દ્રષ્ટિ ગૂમાવી શકે છે. ચિંતાની વાત એ છે કે, પ્રતિદિન આવા 3-4 દર્દીઓ સિવિલ હોસ્પિટલમાં દાખલ થઈ રહ્યાં છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલના ડૉ બેલાબેનના જણાવ્યા મુજબ, પ્રાથમિક લક્ષણોમાં દર્દીઓને પહેલા તાવ આવે છે. જેના કારણે માટાભાગના લોકો ડોક્ટર પાસે જવાના બદલે ઘરગથ્થુ સારવાર શરૂ કરી દે છે. જેના કારણે ઈન્ફેક્શન વધારે ફેલાતુ જાય છે.

થોડા સમય બાદ કફ જામી જોવો અને પચી નાક નજીક ગાંઠ બની જાય છે. આ ગાંઠની સીધી અસર આંખો પર થાય છે, જેના કારણે આંખો ચોંટવા લાગે છે અને માથામાં દુ:ખાવો ઉપડે છે. આથી આંખ, ગાલ પર સોજો અને નાક બંધ થાય તક તરત જ એન્ટી-ફંગલ થેરાપી શરૂ કરાવી દેવી જોઈએ.

આ પણ વાંચો:  રાજકોટમાં કોરોના બેકાબુ, 24 કલાકમાં 726 નવા કેસ અને 62 દર્દીઓના મોત Mucormycosis cases

શું છે મ્યૂકોરમાઈકોસિસ? Mucormycosis cases
ડાયાબિટીસ ધરાવતા દર્દીઓમાં કોરોનાના કારણે ફંગલ ઈન્ફેક્શન થઈ જાય છે. જે મોટાભાગે નાકથી શરૂ થાય છે અને નેજલ બોન અને આંખોને નુક્સાન કરી શકે છે. આ ઈન્ફેક્શન જડબાને પણ અસર કરે છે. એવામાં દર્દીઓને નાકમાં સોજો આવવાથી વધારે દર્દ થાય અને આંખોથી ધુધળુ દેખાવા લાગે, તો તાત્કાલીક ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. વધારે દિવસો થઈ જાય તો મગજમાં પણ ઈન્ફેક્શન વધવાનું જોખમ રહે છે.

દેશના અનેક રાજ્યોમાં કોવિડ પેશન્ટમાં મ્યૂકોરમાઈકોસિસ ડિસિઝ હોવાના કેસો સામે આવી ચૂક્યા છે. સાઈનસના અનેક દર્દીઓમાં આ સમસ્યા આવે છે, પરંતુ કોવિડ દર્દીઓ માટે વધુ જોખમી છે. ખાસ કરીને જે લોકોને ડાયાબિટીસ છે અથવા જેમની ઈમ્યુનિટી નબળી છે. કોરોના થયા બાદ આવા લોકોને ડાયાબિટીસ પર કંટ્રોલ કરવો જરૂરી થઈ જાય છે. આ માટે ઈમ્યુનિટી વધારવી જ શ્રેષ્ઠ વિકલ્પ છે. જો ઈન્ફેક્શન થાય છે, તો મેનિનજાઈટિસ અને સાઈનસમાં ક્લોટિંગનું જોખમ વધી જાય છે. આથી લક્ષણો જણાય તો ઘરેલુ ઉપાસ કરવાની જગ્યાએ સીધા ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

મ્યૂકોરમાઈકોસિસથી બચવાના ઉપાય Mucormycosis cases
આ ઈન્ફેક્શનથી બચવા માટે તમારે સ્વચ્છતા જાળવી રાખવાની આવશ્યક્તા છે. આ સિવાય દરેક જાહેર સ્થળો પર માસ્ક પહેરવું અને નિયમિત હાથ ધોતા રહેવા જોઈએ. વારંવાર આંખો અને નાકનો સ્પર્શ કરવાથી બચવું જોઈએ. જો તમને નાક, આંખ કે ગળામાં કોઈ પણ પ્રકારનો સોજો કે કોઈ સમસ્યા આવે તો તાત્કાલીક ડૉક્ટર પાસે જવું જોઈએ.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat