Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > મુખ્યમંત્રી રૂપાણીના માર્ગદર્શનમાં કોરોના રસીકરણ ક્ષેત્રે ગુજરાતે મેળવી વધુ એક સિદ્ધિ

મુખ્યમંત્રી રૂપાણીના માર્ગદર્શનમાં કોરોના રસીકરણ ક્ષેત્રે ગુજરાતે મેળવી વધુ એક સિદ્ધિ

0
74
  • રાજ્યમાં પાંચમી ઓગસ્ટ સુધીમાં 3.50 કરોડથી વધુ વેકસીનેશન ડોઝ અપાયા

  • એક જ દિવસમાં સમગ્ર રાજ્યમાં 5.81 લાખથી વધુ રસીકરણ ડોઝ

ગાંધીનગર: મુખ્યમંત્રી રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના માર્ગદર્શનમાં ગુજરાતે કોરોના વેકસીન ઝૂંબેશ વેગવંતી બનાવી અત્યાર સુધીમાં 3 કરોડ 50 લાખથી વધુ વેકસીનેશન ડોઝ આપવાની સિદ્ધિ મેળવી છે.

રાજ્યમાં 18 વર્ષથી ઉપરની વયના રસીકરણ માટે પાત્રતા ધરાવતા કુલ 4 કરોડ 93 લાખ 20 હજાર 903 લોકોમાંથી અત્યાર સુધીમાં 2 કરોડ 64 લાખ 57 હજાર 439 પ્રથમ ડોઝ અને 85 લાખ 43 હજાર 595 બીજો ડોઝ એમ સમગ્રતયા 3,50,01,034 ડોઝ વેકસીનેશન થયું છે. ગુરૂવારે તા. 5મી ઓગસ્ટે એક જ દિવસમાં રાજ્યભરમાં 5.81 લાખથી વધુ વેકસીનેશન ડોઝ આપીને પણ એક દિવસમાં સૌથી વધુ વેકસીનેશન ડોઝ રાજ્યમાં આપવામાં આવ્યા છે.

સમગ્ર રાજયમાં તા.16 જાન્યુઆરી-2021 થી રસીકરણ કાર્યક્રમનો પ્રારંભ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતિમાં થયો હતો. રસીકરણ માટે પાત્રતા ધરાવતા 4 કરોડ 93 લાખ 20 હજાર 903 લોકોમાંથી પ્રથમ તબક્કામાં હેલ્થ કેર વર્કરોને રસી આપવામાં આવી હતી જેમાં અત્યાર સુધીમાં કુલ 6, 22 949 લાખને પ્રથમ ડોઝ તેમજ 5,10,673 હેલ્થ કેર વર્કરોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે.

સમગ્ર દેશમાં ફ્રન્ટ લાઇન વર્કરોનું રસીકરણ શરૂ કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય છે. તા. 31 મી જાન્યુઆરી- 2021 થી ફ્રન્ટ લાઇન વર્કરોનું રસીકરણ સમગ્ર રાજ્યમાં શરૂ કરવામાં આવ્યું હતું જેમાં કુલ 13, 42, 611 ફ્રન્ટલાઇન વર્કરોને પ્રથમ ડોઝ તથા 10, 05, 640ને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. ત્યારબાદ 1 લી માર્ચ-2021 ના રોજથી 60 વર્ષથી વધુ ઉંમર ધરાવતા તથા 45 થી 59 વર્ષ ઉંમરના અન્ય રોગ ધરાવતા નાગરિકોને રસી આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું.

1 લી એપ્રિલ- 2021 ના રોજથી 45 વર્ષથી ઉપરના તમામ વ્યક્તિઓને કોવિડ-19 ની રસી આપવાની શરૂઆત કરવામાં આવી છે. જેમાં 45 થી વધુ ઉંમર ધરાવતા રાજ્યના કુલ 1, 25, 26, 372 લોકોને પ્રથમ ડોઝ તેમજ 62, 45, 766 વ્યક્તિઓને બીજો ડોઝ આપવામાં આવેલ છે.

ગુજરાત રાજ્ય સ્થાપના દિવસ તા. 1 મે- 2021 ના રોજથી રાજ્યમાં રાજ્યના 7 કોર્પોરેશન તથા 3 જિલ્લામાં 18- 44 વર્ષ વય જુથ માટે રસીકરણની કામગીરી અને તા. 4 થી જુન-2021 થી રાજ્યના તમામ જિલ્લા અને કોર્પોરેશનમાં આ વય જુથમાં રસીકરણની કામગીરી શરૂ થઈ છે.

અત્યાર સુધીમાં આ વય જુથના 1, 19, 65 507 કરોડ પ્રથમ ડોઝ અને 7, 81, 516 લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આમ, તા. 5મી ઓગસ્ટ સુધીમાં રાજ્યમાં તમામ જુથોના 2 64, 57, 439 પ્રથમ ડોઝ તથા 85, 43, 595 બીજો ડોઝ મળી કુલ 3, 50, 01 034 વધુ રસીના ડોઝ આપવામાં આવ્યા છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat