Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > નર્મદામાં કોરોનાથી વધુ 3 ના મોત, મૃતકના પરિવારે માંગ્યો CM રૂપાણી પાસે ન્યાય

નર્મદામાં કોરોનાથી વધુ 3 ના મોત, મૃતકના પરિવારે માંગ્યો CM રૂપાણી પાસે ન્યાય

0
190
  • પતિ-પત્નીનો કોરોના ટેસ્ટ કર્યો પત્નીનો પોઝિટિવ અને પતિનો નેગેટિવ, બાદમાં પતિ પર ફોન આવ્યો કે તમારો રિપોર્ટ પોઝિટિવ છે??
  • રાજપીપળા કોવિડ હોસ્પિટલની નિષ્કાળજીથી મારા પિતાનું મૃત્યુ થયું: પુત્રની CM રૂપાણીને ફરિયાદ
  • જવાબદાર અધિકારી સામે પોલીસ કેસ થવો જોઈએ એવી પુત્રએ કરી માંગ

વિશાલ મિસ્ત્રી,રાજપીપળા: નર્મદા જિલ્લામાં કોરોના કેહેર વધતો જાય છે, જિલ્લામાં અત્યાર સુધી 418 કોરોનાના કેસો નોંધાયા છે જેની સામે 331 દર્દીઓ સાજા થતા રજા અપાઈ છે, હાલ 68 દર્દીઓ કોરોનાની સારવાર હેઠળ છે.હાલમાં જિલ્લામાં કોરોનાના 8 કેસો સામે આવ્યા છે, જેમાં ગોપાલપુરા, ડેડીયાપાડા તથા રાજપીપળામાં બાવાગોર ટેકરી-1, અંબિકા નગર-2, કાળિયાભૂત-1, કાછીયાવાડ-1 અને આરબટેકરામાં 1 કેસનો સમાવેશ થાય છે.

નર્મદા જિલ્લામાં અત્યાર સુધી કોરોનાની સારવાર દરમિયાન 10 જેટલા દર્દીઓના મૃત્યુ થયા છે, પરંતુ આરોગ્ય વિભાગ ફક્ત 1 નું જ મોત થયું હોવાનું જણાવે છે.

રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં કોરોનાની સારવાર દરમિયાન ગત 2/8/2020 ના રોજ ડેડીયાપાડાના નટવરભાઈ છગનભાઈ પટેલ (ઉ.વ.55) તથા રાજપીપળા નવાપરા વિસ્તારના અશ્વિનભાઈ પટેલનું મૃત્યુ થયું હતું.

જ્યારે 3/8/2020 ના રોજ કમલેશભાઈ પરસોત્તમભાઈ માલી (ઉ.વ.52) નું મૃત્યુ થયું છે.

આ પણ વાંચો: VIDEO: નિવૃત DG પી.સી. ઠાકુર સંગીતના તાલે ઝૂમી ઉઠયા

એ તમામના મૃતદેહ રાજપીપળા સમસ્ત વૈષ્ણવ વણિક સમાજ દ્વારા સ્પેશિયલ બનાવેલા કોવિડ સ્મશાનઘાટમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

3 મોત થતા નર્મદામાં કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ આંક 13 પર પહોંચ્યો છે.

ડેડીયાપાડાના કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ પામેલા નટવરભાઈ છગનભાઈ પટેલના પુત્ર અંકિત નટવરલાલ પટેલે સીએમ રૂપાણીને લેખિત ફરિયાદ કરી રાજપીપળા કોવિડ હોસ્પિટલ પર આક્ષેપ લગાવ્યા હતા, 24/7/2020 ના રોજ મારા પિતા નટવરભાઈ છગનભાઈ પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, અમારા પરિવારનો પણ કોરોના રિપોર્ટ કરાવતા મારો રિપોર્ટ નેગેટિવ પણ મારી પત્નીનો અવનીબેનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.એ બાદ 27/7/2020 ના રોજ મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું મને જણાવ્યું.અમે ત્રનેવ કોરોનાની સારવાર લઈ રહ્યા હતા.

આ પણ વાંચો: પોલીસ કમિશ્નર અજય કુમાર તોમરનો કડક સંદેશ “પોલીસે કોઇની ભેટ સ્વિકારવી કે આપવી નહીં”

દરમિયાન 27/7/2020 ના રોજ મને કોવિડ હોસ્પિટલ પરથી ફોન આવ્યો કે તમારા પિતાની તબિયત ખરાબ છે એમને આગળ બીજે લઈ જવા પડશે તો મેં સામે જવાબ આપ્યો કે હું અને મારી પત્ની બન્નેવ કોરોનાની સારવાર લઈ રહ્યા છે તો કેવી રીતે પિતાને બહાર લઈ જઈએ તમે તમારા તરફથી કોઈ વ્યવસ્થા કરો.

રાજપીપળા કોવિડ હોસ્પિટલના અધિકારીઓ વારંવાર મને ફોન કરી જણાવતા કે તમારા પિતાની તબિયત ખરાબ છે પણ કોઈ ચોક્કસ કારણ જણાવતા નહોતા.હું કન્ટ્રોલ રૂમ પર ફોન કરી એમને એમ પૂછતો હતો કે તમે મારા પિતાની સારવારમાં ઓક્સિજન કે વેન્ટિલેટરનો ઉપયોગ કરો છો કે કેમ, ત્યારે મને એવો જવાબ મળતો કે એ બાબતે અમે કઈ કહી શકીએ નહિ.ત્યાર બાદ 2/7/2020 ના રોજ મને રાજપીપળા કોવિડ હોસ્પિટલ માંથી ફોન આવ્યો કે તમારા પિતાનું મૃત્યુ થયું છે.રાજપીપળા કોવિડ હોસ્પિટલ દ્વારા મારા પિતાને કોરોનાની સારવાર દરમિયાન પગમાં લકવો થવા છતાં યોગ્ય સારવાર ન કરાઈ એ જ કારણે મૃત્યુ થયું છે.જવાબદાર અધિકારી સામે પોલીસ કેસ થવો જોઈએ એવી મારી માંગ છે.