Gujarat Exclusive > ગુજરાત > ગુજરાતમાં છેલ્લા 15 દિવસમાં કોરોનાના 2 લાખથી વધુ પોઝિટિવ કેસ, 2,285 લોકોએ ગુમાવ્યો જીવ

ગુજરાતમાં છેલ્લા 15 દિવસમાં કોરોનાના 2 લાખથી વધુ પોઝિટિવ કેસ, 2,285 લોકોએ ગુમાવ્યો જીવ

0
40

ગાંધીનગર: ગુજરાતમાં કોરોનાની બીજી લહેર બેકાબુ બની રહી છે. રાજ્યમાં છેલ્લા 15 દિવસમાં જ કોરોનાના 2 લાખથી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે આ મહામારીને કારણે 2200થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણ વધી રહ્યુ હોવા છતા પણ રૂપાણી સરકાર દ્વારા લૉકડાઉનની જાહેરાત કરવામાં આવી નથી. ગુજરાત સરકાર રાજ્યમાં કોરોના સંક્રમણને રોકવામાં નિષ્ફળ ગઇ હોય તેમ લાગી રહ્યુ છે અને માત્ર રાત્રિ કરર્ફ્યૂ લગાવી કોરોના માત્ર રાત્રે જ ફેલાતો હોય તેમ વધુ 9 શહેરોમાં 12 મે સુધી રાત્રિ કરર્ફ્યૂની જાહેરાત કરી છે.

અમદાવાદમાં 30 એપ્રિલે સૌથી વધુ 14 હજાર 605 પોઝિટિવ કેસ નોંધાયા હતા જ્યારે 173 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. 30 એપ્રિલ પછી ફરી એક વખત રાજ્ય સરકારે આંકડા છુપાવવાની રમત શરૂ કરી હતી અને તે પછી 3 દિવસ સુધી કોરોનાના કેસ અને મૃતકઆંકમાં ઘટાડો જોવા મળ્યો હતો. ફરી એક વખત 4 મેએ કોરોનાના પોઝિટિવ કેસ 13 હાજરનો આંકડો પાર કરી ગયા હતા.

ગુજરાતમાં છેલ્લા 15 દિવસમાં કોરોનાના 2 લાખ 03 હજાર 697 પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે 2,285 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. અત્યાર સુધીના કુલ કેસના 331 ટકા કેસ અને 28 ટકા મોત માત્ર 15 દિવસમાં જ સામે આવ્યા છે. 20 એપ્રિલે ગુજરાતમાં કોરોનાના 11,403 પોઝિટિવ કેસ સામે આવ્યા હતા જ્યારે 121 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. તે બાદ કોરોનાના કેસ અને મૃતકઆંકમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.

તારીખ કેસ મોત
20 એપ્રિલ 11,403 121
21 એપ્રિલ 12,553 125
22 એપ્રિલ 13,105 137
23 એપ્રિલ 13,804 142
24 એપ્રિલ 14,097 152
25 એપ્રિલ 14,296 157
26 એપ્રિલ 14,340 158
27 એપ્રિલ 14,352 170
28 એપ્રિલ 14,120 174
29 એપ્રિલ 14,327 180
30 એપ્રિલ 14,605 173
1 મે 13,847 172
2 મે 12,978 153
3 મે 12,820 140
4 મે 13,050 131
કુલ 2,03,697 2,285

ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ખતરનાક સાબિત થઇ રહી છે. કોરોના સંક્રમણની બીજી લહેરને રોકવામાં ગુજરાત સરકાર નિષ્ફળ ગઇ હોય તેમ લાગી રહ્યુ છે. દેશમાં કોરોના સંક્રમણના રોજના 10 હજારથી વધુ કેસ જોવા મળતા રાજ્યો લૉકડાઉન લગાવી કોરોનાની ચેઇનને તોડવાનો પ્રયાસ કરી રહ્યા છે જ્યારે ગુજરાત લૉકડાઉન લગાવવાની જગ્યાએ મોટી મોટી વાતો કરી બેઠકો બોલાવીને ટાઇમપાસ કરતી જોવા મળતી હોય તેમ લાગી રહ્યુ છે. ગુજરાતની રૂપાણી સરકારે લોકોને મોતના મુખમાં ધકેલી દીધા છે અને હાથ ઉંચા કરી નાખ્યા હોય તેમ લાગી રહ્યુ છે.

આ પણ વાંચો: ‘મારૂ ગામ કોરોનામુક્ત ગામ’ અભિયાન થકી ગુજરાતને કોરાનામુકત કરવું છે -CM રૂપાણી

મુખ્યમંત્રી વિજય રૂપાણીના હોમ ટાઉનમાં જ કોરોનાને કારણે હજારો લોકો પોતાનો જીવ કોરોના મહામારીને કારણે ગુમાવી રહ્યા છે. સૌથી વધુ મોત રાજકોટમાં જ કોરોનાને કારણે થયા છે. દરરોજ 70થી વધુ લોકો કોરોના સંક્રમણને કારણે મોતને ભેટી રહ્યા છે જ્યારે સરકારી આંકડામાં પોતાની છાપ ના બગડે તે માટે મોતનો આંકડો દબાવવામાં આવતો હોય તેમ લાગી રહ્યુ છે. રાજ્યના સ્મશાનમાં અનેક લોકોની લાશો સળગી રહી છે ત્યારે ધગધગતા અંગારા વચ્ચે લોકો સાથે રમત રમતી રાજ્ય સરકાર ડેથ કમિટી અંતિમ મોતનો આંકડો નક્કી કરે છે તેમ કહીને પોતાનો બચાવ કરવામાં આવી રહ્યો છે. મોતના સોદાગર કોણ? તે સવાલ હવે દરેકના મનમાં ઉભો થઇ રહ્યો છે અને લોકો સોશિયલ મીડિયા પર પણ પોતાનો રોષ ઠાલવી રહ્યા છે તેમજ રિમોટથી ચાલતી સરકાર સામે આક્ષેપ પણ કરી રહ્યા છે. લોકો કહી રહ્યા છે કે હવે તો ખમ્મા કરો!.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat