Gujarat Exclusive > દેશ-વિદેશ > દેશમાં કોરોનાનો નવો રેકોર્ડ, 24 કલાકમાં 11929 નવા કેસ નોંધાયા

દેશમાં કોરોનાનો નવો રેકોર્ડ, 24 કલાકમાં 11929 નવા કેસ નોંધાયા

0
226

• દેશમાં એક જ દિવસમાં વધુ 311 કોરોના સંક્રમિતોના મોત
• દેશમાં કુલ કોરોના સંક્રમિતોનો આંકડો 3 લાખની પાર
• કોરોનાના સૌથી વધુ કેસો સાથે મહારાષ્ટ્ર મોખરે

નવી દિલ્હી: દેશમાં જીવલેણ વાઈરસ કોરોના બેકાબૂ બનતો જઈ રહ્યો છે. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 3 લાખની પાર પહોંચી ચૂકી છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના રેકોર્ડ 11,929 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે આજ સમયગાળા દરમિયાન વધુ 311 લોકોના મરણ નોંધાયા છે.

સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા પ્રમાણે, આ સાથે જ દેશમાં Covid-19થી સંક્રમિતોની સંખ્યા વધીને 3,20,922 પર પહોંચી ગઈ છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 9195 લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. જો કે 162379 દર્દીઓ કોરોનાને માત આપીને સ્વસ્થ થવામાં સફળ રહ્યાં છે. આ સાથે જ કોરોના રિકવરી રેટમાં નજીવા વધારા સાથે આ દર 50.59 ટકા પર પહોંચી ગયો છે.

આ પણ વાંચો: આખરે PM CARES ફંડનું થશે ઓડિટ, સ્વતંત્ર ઓડિટરની થઈ નિમણૂંક

ICMR દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, દેશમાં અત્યાર સુધી 56,58,614 લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવી ચૂક્યો છે. જો છેલ્લા 24 કલાકની વાત કરીએ તો, આ સમય દમરિયાન 1,51,432 લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો છે. જેમાંથી 11929 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે જ પોઝિટિવ કેસોનો રેટ 7.87 ટકા પર પહોંચી ચૂક્યો છે.

રાજ્યો પ્રમાણે જોઈએ ક્યાં કેવી છે કોરોનાની સ્થિતિ?
મહારાષ્ટ્રમાં કોરોનાના 1,04,568 પોઝિટિવ કેસો સાથે દેશના તમામ રાજ્યોમાં સૌથી મોખરે છે. રાજ્યમાં અત્યાર સુધી 51,392 એક્ટિવ કેસો છે, જ્યારે 49346 દર્દીઓ કોરોનાને માત આપવામાં સફળ રહ્યાં છે. આ ઉપરાંત મહારાષ્ટ્રમાં 3830 લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાના 39958 કેસો સામે આવી ચૂક્યા છે, જ્યારે અત્યાર સુધીમાં 1271 લોકોના મરણ નોંધાયા છે.

તમિલનાડુમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 42,687 પર પહોંચી ચૂકી છે. રાજ્યમાં 18881 એક્ટિવ કેસો છે અને 23409 લોકો સ્વસ્થ થઈ ચૂક્યા છે. તમિલનાડુમાં 397 લોકો કોરોનાના કારણે મોતને ભેટ્યા છે. ગુજરાતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 23038 પર પહોંચી ચૂકી છે, જ્યારે મૃતકોની સંખ્યા 1448 છે.

આજ રીતે કોરોના સંક્રમિતોની સંખ્યા ઉત્તર પ્રદેશમાં 13,118, બિહારમાં 6290, ઝારખંડમાં 1711, કેરળમાં 2407 અને રાજસ્થાનમાં 12401 સામે આવી ચૂકી છે.

શું આજ છે ‘ગુજરાત મૉડલ’? રાજ્યમાં કોરોના ટેસ્ટની કિંમત મહારાષ્ટ્રથી ડબલ