Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > પ્રતિ વર્ષે 10 હજારથી વધારે વિદ્યાર્થી કરે છે આત્મહત્યા, નવી શિક્ષણ નીતિ સમસ્યાને કરી શકશે દૂર?

પ્રતિ વર્ષે 10 હજારથી વધારે વિદ્યાર્થી કરે છે આત્મહત્યા, નવી શિક્ષણ નીતિ સમસ્યાને કરી શકશે દૂર?

0
498

નવી દિલ્હી, પ્રસ્તાવિત રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (એનઈપી) હેઠળ બાળકોના પરિવારના લોકોની કાઉન્સિલિંગને ઔપચારિક બનાવવામાં આવી રહ્યું છે. ભારતમાં વિદ્યાર્થીઓની આત્મહત્યા કોઈ નવી વાત નથી. દર વર્ષે હજારો વિદ્યાર્થીઓ માનસિક તણાવના કારણે પોતાનો જીવ આપી દે છે.

માનવ સંસાધન વિકાસ મંત્રાલય (એમએચઆરડી) દ્વારા 2 માર્ચે લોકસભામાં રજૂ કરવામાં આવેલી વિદ્યાર્થીઓની આત્મહત્યા સાથે જોડાયેલા આંકડાઓ અનુસાર ભારતમાં 2016થી 2018 વચ્ચે દરેક વર્ષે લગભગ 10,000 વિદ્યાર્થીઓને આત્મહત્યા કરી છે. સૌથી વધારે મોત મહારાષ્ટ્રમાં થયા છે.

મંત્રાલયના એક ઉચ્ચ પદસ્થ સૂત્રએ ધ પ્રિન્ટને કહ્યું, ‘ભારતમાં પરિવારના લોકોના બાળકો સાથેનો વ્યવહાર કરવાની રીત ખુબ જ ખોટી હોય છે. આને ઠિક કરવા પર જોર આપવામાં આવશે.’

તેમને કહ્યું કે, પ્રાથમિક શિક્ષણ સાથે જોડાયેલ વિદ્યાર્થીઓના પરિવારના લોકોને સૂચનો આપવામાં આવશે. બાળકો સાથે કેવો વ્યવહાર કરવો અને બાળકોના ઉછેરને લઈને તેમના સાથે પરામર્શ કરવામાં આવશે.

અધિકારીઓએ કહ્યું, ‘અભ્યાસનું પ્રેશર અને ઓછી ઉંમર પ્રમાણે ભારતમાં બાળકો સાથે તેમના પરિવારના લોકો સારો વ્યવહાર કરતા નથી. આને સુધારવાની જરૂરત છે.’

શાળામાં જનારા બાળકો સાથે થનાર મારપીટ અને તેમના અભ્યાસને લઈને થનાર માનસિક દબાણ પર અધિકારીએ કહ્યું કે, બાળકો પણ મોટા લોકોની જેમ માનવી જ હોય છે. પરંતુ તેમની ભાવનાઓ ખુબ જ નાજૂક હોય છે. જેના કારણે તેમના સાથે થનાર કોઈપણ રીતની હિંસા અથવા દબાણની અસર જીવનભર તેમના ઉપર રહી જાય છે.

પેરેન્ટ્સ-ટીચર મીટિંગથી અલગ થશે કાઉન્સિલિંગ

આના કારણે નવી શિક્ષા નીતિ દ્વારા કોશિષ કરવામાં આવશે કે, તેઓ પરિવારના લોકોના આના માટે જાગૃત કરશે અને બાળકોને પણ પોતાના જ જેટલા ગણીને વ્યવહાર કરે. તે પૂછવા પર કે, શું આ દિલ્હી સરકારના શાળાઓમાં થનાર વાલી-ટીચર મીટિંગ જેવું હશે, અધિકારીએ કહ્યું, ‘તે હવે નક્કી થવાની તૈયારીમાં જ છે.’ અમે આની કાર્યપદ્ઘતિ પર કામ કરી રહ્યાં છીએ પરંતુ આ વાલી-શિક્ષક મીટિંગથી અલગ હશે.

પ્રાથમિક શિક્ષાથી ઉપરના વિદ્યાર્થીઓ માટે આવી રીતની વ્યવસ્થા સાથે જોડાયેલા પ્રશ્નના જવાબમાં અધિકારીઓએ કહ્યું, ‘પ્રાથમિક શિક્ષાથી ઉપરના બાળકો માટે પરિવારના લોકોને સૂચન આપવા મુશ્કેલ છે કેમ કે, તે પછી બાળકો અને પરિવારવાળા બંને એક પરિપક્વ અવસ્થામાં હોય છે. આને ખ્યાલમાં રાખીને સરકારે આને પ્રાઈમરી સુધી જ ઔપચારિક બનાવવાની તૈયારી કરી રહી છે.’

જોકે, નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (એનસીઈઆરટી)ના પૂર્વ નિદેશક જેએસ રાજપૂતનું કહેવું છે કે, પ્રાથમિક શિક્ષાની બાબતમાં સૌથી પહેલા શિક્ષકોની ઉણપ અને મૂળભૂત ઈન્ફ્રાન્સ્ટ્રક્ચરની કમીને દૂર કરવામાં આવશે. તેમને ધ પ્રિન્ટને કહ્યું, આઝાદીથી અત્યાર સુધી સરકારોએ પ્રાથમિક શિક્ષા પર ધ્યાન આપ્યું નથી.

તેમને તે પણ કહ્યું કે, હાલમાં પ્રાથમિક શિક્ષણનું હાલત સૌથી ખરાબ સ્થિતિમાં છે. તેમના અનુસાર પ્રાથમિક શિક્ષાના સ્તર પર પરિવારના લોકો પોતે શાળાની ગતિવિધિઓમાં સામેલ કરતા નથી, કેમ કે આની હાલત ખરાબ છે. તેમને કહ્યું કે, પરિવારવાળાઓની ભૂમિકા મહત્વપૂર્ણ છે પરંતુ સૌથી પહેલા પ્રાથમિક શિક્ષામાં સુધારા કરવા જોઈએ.

વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવતી આત્મહત્યા અભિશાપ છે.

પ્રાથમિક શિક્ષા હોય કે ઉચ્ચ શિક્ષા, માનસિક દબાણ ભારતમાં વિદ્યાર્થીઓની આત્મહત્યાનું એક મોટું કારણ છે. પાછલા પાંચ વર્ષોમાં માત્ર દિલ્હીમાં જ 443 વિદ્યાર્થીઓએ વિભિન્ન દબાણોમાં આવીને આત્મહત્યા કરી છે. પાછલા વર્ષ ઓગસ્ટમાં સુપ્રીમ કોર્ટે એક જનહિત અરજી દાખલ કરવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીઓના સારા માનસિક સ્વાસ્થ્ય માટે વિનંતી કરવામાં આવી હતી.

દરેક વર્ષે બોર્ડ પરીક્ષામાં નાપાસ થવાથી લઈને તેની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓની આત્મહત્યાઓના સમાચાર આવતા રહે છે.

સંસદમાં શિયાળા સત્રમાં માનવ સંસાધન વિકાસ મંત્રાલયે તે જાણકારી આપી છે કે, પાછલા પાંચ વર્ષોમાં દેશના બધી જ આઈઆઈટી અને આઈઆઈએમના કુલ 60 વિદ્યાર્થીઓેએ આત્મહત્યા કરી છે. આમાથી સૌથી વધારે આત્મહત્યાઓ આઈઆઈટી ગુવાહાટીમાં થઈ છે. તેવામાં શિક્ષણ મંત્રાલય દ્વારા નવી શિક્ષા નીતિમાં પરિવાર માટે બાળકોના ઉછેર સાથે જોડાયેલ પરામર્શ (સલાહ-મશવરો) ઔપચારિક બનાવવાના નિર્ણયને લઈને મંત્રાલયના અધિકારીઓમાં ઘણી બધી આશા છે.

નવી શિક્ષણ નીતિ થઈ શકે છે ટૂંક સમયમાં લાગૂં

પ્રસ્તાવિત શિક્ષણ નીતિને આવતા એકેડમિક સત્રની શરૂ થાય તે પહેલા લાગૂં કરવામાં આવી શકે છે. એક ઉચ્ચ પદસ્થ સૂત્રએ કહ્યું કે, આને લાગૂં કરવાને લઈને પહેલા જ ઘણો વિલંબ કરવામાં આવી ચૂક્યો છે અને એવી આશંકા છે કે, જો આને ટૂંક સમયમાં લાગૂ કરવામાં આવશે નહીં તો પછી લાંબા સમય સુધી લટકી જશે.

ગુજરાત વિધાનસભામાં નીતિન પટેલની કોંગ્રેસ ધારાસભ્યને ખુલ્લી ઓફર