Gujarat Exclusive > દેશ-વિદેશ > કોરોના સામે જંગમાં મોટી સફળતા, 24 કલાકમાં 1,074 લોકોએ કોરોનાને આપી માત

કોરોના સામે જંગમાં મોટી સફળતા, 24 કલાકમાં 1,074 લોકોએ કોરોનાને આપી માત

0
310

નવી દિલ્હી: છેલ્લા 24 કલાકમાં દેશમાં 1074 લોકોએ કોરોના વાઈરસને માત આપી છે. સ્વાસ્થ્ય મંત્રાયલે સોમવારે જણાવ્યું કે, આ એક દિવસમાં સ્વસ્થ થનારા લોકોની સૌથી વધુ સંખ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું કે, દેશમાં અત્યાર સુધી કુલ 11,706 કોરોનાના દર્દીઓ સ્વસ્થ થઈ ચૂક્યાં છે. આ સાથે જ રિકવરી રેટ વધીને 27.52 ટકા થઈ ગયો છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, COVID-19ના પરિણામનો રેશિયો (બંધ થઈ ચૂકેલા કેસની રિકવરી અને મૃત્યુનો રેશિયો) 90:10 છે. 17 એપ્રિલે આ જ રેશિયો 80:20 હતો. એટલે કે તેમાં સુધારો નોંધવામાં આવ્યો છે. 24 કલાકમાં દેશમાં 2553 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 42,533 થઈ ગઈ છે. કુલ એક્ટિવ કેસોની સંખ્યા 29,453 છે.

અગ્રવાલે વધુમાં જણાવ્યું કે, COVID-19ના કેસોમાં વધારાની ઝડપ ઓછી થઈ ગઈ છે. જો આપણે સાથે મળીને કામ કરીશું, તો જ આપણે તેને ફેલાતો અટકાવી શકીશું, પરંતુ જો આપણ અસફળ રહ્યાં, તો કેસો વધી શકે છે. તેમણે વિશ્વાસ અપાવ્યો કે, ટેસ્ટિંગ કિટ્સમાં કોઈ ખામી નથી. રવિવારે દેશમાં 57,474 સેમ્પલની તપાસ કરવામાં આવી છે.

કોરોના વાયરસના કારણે વર્તમાન સ્થિતિમાં તમારા સુધી ન્યૂઝ પેપર પહોંચી રહ્યાં નથી, તેવામાં દેશ-દુનિયાના અને ખાસ કરીને ગુજરાતના સમાચારો માટે તમે ગુજરાત એક્સક્લૂઝિવના ફેસબુક પેજને લાઈક કરી શકો છો અથવા વોટ્સએપ-ટેલિગ્રામ અને ટ્વિટર પર અમારા સાથે જોડાઇ શકો છો.

#boyslockerroom: અશ્લીલ ચેટ વાયરલ થવા પર કેસ દાખલ, ઈન્સ્ટાગ્રામ પાસે વિગત મંગાવાઈ