Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અમદાવાદમાં કોરોનાનો શિકાર બની રહ્યા છે ડૉક્ટર્સ, બે મહિનામાં 100થી વધુ સંક્રમિત

અમદાવાદમાં કોરોનાનો શિકાર બની રહ્યા છે ડૉક્ટર્સ, બે મહિનામાં 100થી વધુ સંક્રમિત

0
197

અમદાવાદ: ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA)-ગુજરાતના એક અધિકારીએ જણાવ્યું કે, અમદાવાદમામં છેલ્લા 2 મહિનામાં 100થી વધુ ડૉક્ટરો કોરોના વાઈરસથી સંક્રમિત મળી આવ્યાં છે. IMA-ગુજરાતના સચિવ ડૉ, કમલેશ સૈનીએ જણાવ્યું કે, સંક્રમિત ડૉક્ટરોમાંથી કેટલાક સ્વસ્થ થયા બાદ તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી ચૂકી છે, ત્યારે હજુ પણ અન્ય કેટલાક ડૉક્ટરોની સારવાર ચાલી રહી છે.

તેમણે જણાવ્યું કે, શહેરના જાણીતા હાડકાના નિષ્ણાંત ડૉક્ટરનું કોરોનાના કારણે મોત થયું છે. સૈનીએ જણાવ્યું કે, કોરોના વાઈરસથી સંક્રમિત મળી આવેલા લોકોમાં વરિષ્ઠ ડૉક્ટરો પણ સામેલ છે. બી જે મેડિકલ કૉલેજના પૂર્વ ડીન પણ કોરોના વાઈરસથી સંક્રમિત મળી આવ્યા છે.

ડૉ સૈનીએ વધુમાં જણાવ્યું કે, કોરોના સંક્રમિત ડૉક્ટરોની સંખ્યા 100થી વધુ હોઈ શકે છે, કારણ કે આવા અનેક લોકો સામે નથી આવ્યા અને એસોસિએશનને સંક્રમણ વિશે સૂચના નથી આપી. અમદાવાદ મ્યૂન્સિપલ કોર્પોરેશનના અધિકારીએ જણાવ્યું કે, કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલોના અનેક ડૉક્ટરો કોરોના વાઈરસથી સંક્રમિત મળી આવ્યા છે અને તેમાંથી લગભગ 10ની સારવાર ચાલી રહી છે.

અનેક કોરોના યોદ્ધા જીવલેણ વાઈરસથી સંક્રમિત
ડૉક્ટરો ઉપરાંત પોલીસ કર્મચારીઓ, સ્વાસ્થ્ય વિભાગના અન્ય કર્મચારીઓ, સફાઈ કર્મચારીઓ સહિત અનેક ફ્રન્ટ લાઈનના કોરોના યોદ્ધાઓ જીવલેણ વાઈરસથી સંક્રમિત મળી આવ્યા છે. અમદાવાદમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 11,344 પર પહોંચી ગઈ છે, જ્યારે કુલ 780 લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે.

Jio પ્લેટફોર્મ્સ પર વિદેશી રોકાણકારોની લાગી લાઈન, હવે માઈક્રોસોફ્ટ 2 અબજ ડૉલરનું કરશે રોકાણ