ન્યૂયોર્ક: અમેરિકામાં 10 કરોડ કરતા વધારે કોવિડ-19ના કેસ નોંધાયા છે. સીડીસીના બુધવારે અપડેટ કરવામાં આવેલા આંકડા અનુસાર દેશમાં 21 ડિસેમ્બર સુધી 100,216,983 કોવિડ-19ના કેસની પૃષ્ટી થઇ છે. એક સમાચાર એજન્સીના રિપોર્ટ અનુસાર અમેરિકા વિશ્વમાં 100 મિલિયન કોવિડ-19ના કેસ દર્જ કરનાર પ્રથમ દેશ છે. જાણકારોએ કહ્યુ કે વાસ્તવિક સંખ્યા ઘણી વધારે છે, કારણ કે ઘરે તપાસ કરનારા લોકો પોતાના પરિણામ સાર્વજનિક સ્વાસ્થ્ય વિભાગને મોકોલતા નથી અને ઘણા લોકો તપાસ કરાવતા નથઈ.
Advertisement
Advertisement
1.08 મિલિયન કરતા વધુ લોકો માર્યા ગયા
સીડીસીના આંકડાથી ખબર પડે છે કે મહામારી શરૂ થયા બાદથી અમેરિકામાં 1.08 મિલિયન કરતા વધારે લોકો કોવિડ-19માં માર્યા ગયા છે. અમેરિકન એકેડમી ઓફ પીડિયાટ્રિક્સ (AAP)ના નવા રિપોર્ટ અનુસાર 22 ડિસેમ્બરે સમાપ્ત અઠવાડિયામાં અમેરિકામાં લગભગ 48 હજાર બાળકમાં કોવિડ-19ના કેસ દર્જ કરવામાં આવ્યા છે, જે બાળકોના કેસમાં સતત ત્રીજી અઠવાડિક વૃદ્ધિ છે.
ડેટા એકત્ર કરવા પર ભાર
રિપોર્ટમાં કહેવામાં આવ્યુ કે નવા રૂપ સબંધિત બીમારીની ગંભીરતાની સાથે સાથે સંભવિત લાંબા સમય સુધી પ્રભાવનું આકલન કરવા માટે વધુ વય-વિશિષ્ટ ડેટા એકત્રિત કરવાની જરૂર છે. તે ઓળખવું અગત્યનું છે કે બાળકોના સ્વાસ્થ્ય પર રોગચાળાની તાત્કાલિક અસરો છે, પરંતુ એટલું જ મહત્વનું છે કે આપણે આ પેઢીના બાળકો અને યુવાનોની શારીરિક, માનસિક અને સામાજિક કલ્યાણ પર લાંબા સમય સુધી ચાલતી અસરોને ઓળખવાની અને સંબોધવાની જરૂર છે.
Advertisement