Gujarat Exclusive > દેશ-વિદેશ > 24 કલાકમાં વધુ 9983 નવા કેસ, દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા અઢી લાખને પાર

24 કલાકમાં વધુ 9983 નવા કેસ, દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા અઢી લાખને પાર

0
189

દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં દિન-પ્રતિદિન સતત વધારો થઈ રહ્યો છે. મહારાષ્ટ્ર, ગુજરાત, દિલ્હી સહિત દેશના વિવિધ રાજ્યોમાં મોટી સંખ્યામાં નવા દર્દીઓ ઉમેરાતા જાય છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 9983 કોરોના સંક્રમિત દર્દીઓ મળી આવ્યા. જ્યારે આજ સમયગાળા દરમિયાન વધુ 206 લોકોના મરણ નોંધાયા છે.

આરોગ્ય મંત્રાલય દ્વારા સોમવારે સવારે રજૂ કરવામાં આવેલા આંકડા પ્રમાણે ભારતમાં કોરોના વાઈરસથી સંક્રમિતોની સંખ્યા વધીને 2,56,611 પર પહોંચી ગઈ છે. જ્યારે અત્યાર સુધી કુલ 7135 લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. જો કે સારા સમાચાર એ છે કે અત્યાર સુધીમાં 1,24,095 દર્દીઓ કોરોનાને માત આપવામાં સફળ રહ્યાં છે. આ સાથે જ રિકવરી રેટ 48.35 પર પહોંચી ચૂક્યો છે.

દેશમાં કોરોનાના કુલ સંક્રમિતોની સંખ્યામાંથી 70 ટકા કેસ દેશના ટોપ 5 રાજ્યોમાંથી સામે આવ્યા છે, જ્યારે કુલ મરણના 78 ટકા મોત પણ આજ રાજ્યોમાં નોંધાયા છે. દેશમાં કોરોનાનો સૌથી વધુ પ્રકોપ મહારાષ્ટ્રમાં જોવા મળી છે. તે પછી તમિલનાડુ, નવી દિલ્હી અને ગુજરાતમાં પણ કોરોનાના કેસો ઝડપથી વધી રહ્યા છે. તો જાણીએ દેશના ટોપ-10 રાજ્યોમાં આજે શું સ્થિતિ રહી?

 ક્રમ રાજ્ય કુલ કેટલા કેસો નોંધાયા? કુલ કેટલા લોકોનાં મોત?
1 મહારાષ્ટ્ર 85975 3060
2 કર્ણાટક 5452 61
3 દિલ્હી 27654 761
4 ગુજરાત 20070 1249
5 આંધ્ર પ્રદેશ 4708 75
6 મધ્ય પ્રદેશ 9401 412
7 રાજસ્થાન 10599 240
8 તમિલનાડુ 31667 269
9 ઉત્તર પ્રદેશ 10536 275
10 તેલંગાણા 3580 123

કોરોના મામલે મહારાષ્ટ્રે ચીનને પાછળ છોડ્યું, સંક્રમિતોની સંખ્યા 85 હજારની પાર