Gujarat Exclusive > ગુજરાત > સોરાષ્ટ્ર > રાજકોટમાં કાળ બન્યો કોરોના, 24 કલાકમાં 76 સંક્રમિત દર્દીઓના મોત

રાજકોટમાં કાળ બન્યો કોરોના, 24 કલાકમાં 76 સંક્રમિત દર્દીઓના મોત

0
26

રાજકોટ: સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યમાં કોરોના વાઈરસની બીજી લહેર તબાહી મચાવી રહી છે. એમાંય રાજકોટમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના સંક્રમિતોની સંખ્યામાં ઘટાડો જરૂર નોંધાયો છે, પરંતુ મોતનો સીલસીલો યથાવત છે. રાજકોટ જિલ્લામાં 24 કલાકમાં કોરોનાની સારવાર લઈ રહેલા 76 જેટલા દર્દીઓએ સારવાર દરમિયાન પોતાનો જીવ ગુમાવ્યો છે. Today Covid Deaths

અગાઉ રવિવારે પણ રાજકોટ જિલ્લામાં જીવલેણ કોરોના 72 જેટલા દર્દીઓને ભરખી ચૂક્યો હતો. જો કે કોવિડ કમિટીના રિપોર્ટ દ્વારા માત્ર 14 દર્દીઓ જ કોરોનાના કારણે મોતને ભેટ્યા હોવાનું દર્શાવ્યું હતું.

આ પણ વાંચો:  હૈદરાબાદના ઝૂમાં 8 એશિયન સિંહ કોવિડ પોઝિટિવ, ભારતમાં આ પ્રકારનો પ્રથમ કેસ Today Covid Deaths

ઉલ્લેખનીય છે કે, રાજકોટ જિલ્લામાં કોરોના સંક્રમણની ચેઈન તોડવા માટે શક્ય એટલા તમામ પ્રયત્નો કરવા છતાં પ્રતિદિન સંક્રમિતોની સંખ્યા 500ની પાર પહોંચી રહી છે, જ્યારે મરણનો આંકડો પણ દરરોજ 70થી વધુ થઈ ગયો છે. જિલ્લામાં સતત કોરોના દર્દીઓના મોતને પગલે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ગત એક જ દિવસમાં 76 જેટલા દર્દીઓએ દમ તોડતા આરોગ્ય તંત્ર પણ સ્તબ્ધ છે. Today Covid Deaths

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat