Gujarat Exclusive > દેશ-વિદેશ > દેશમાં કોરોનાનો કહેર યથાવત, છેલ્લા 24 કલાકમાં 6977 નવા કેસ અને 154ના મોત

દેશમાં કોરોનાનો કહેર યથાવત, છેલ્લા 24 કલાકમાં 6977 નવા કેસ અને 154ના મોત

0
259

નવી દિલ્હી: દેશમાં કોરોના વાઈરસના સંક્રમિતોની સંખ્યામાં દિનપ્રતિદિન રેકોર્ડ બ્રેક ઉછાળો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં અંદાજે 7 હજાર જેટલા નવા કોરોના પોઝિટિવ કેસો ઉમેરાયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 1 લાખ 40 હજારની નજીક પહોંચી ગઈ છે.

સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા સોમવારે રજૂ કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 6977 પોઝિટિવ કેસો સામે આવ્યા છે, જ્યારે આ સમય દરમિયાન કુલ 154 લોકોના મરણ નોંધાયા છે. આ સાથે જ સમગ્ર દેસમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 1,38,845 પર પહોંચી ચૂકી છે. જેમાંથી 57721 લોકો સ્વસ્થ થયા બાદ તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 4021 લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે.

જો સમગ્ર દેશમાં રાજ્યો પ્રમાણે જોઈએ તો, મહારાષ્ટ્રમાં સ્થિતિ સૌથી વધુ ખરાબ છે. જ્યાં કોરોના સંક્રમિતોની સંખ્યા 50 હજારને પાર પહોંચી ગ છે. મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 50231 છે. જેમાંથી 14600 લોકો સ્વસ્થ થઈ ચૂક્યા છે, જ્યારે 1635 લોકોના મરણ નોંધાયા છે. જ્યારે દેશની રાજધાની દિલ્હીમાં કોરોના પોઝિટિવ કેસો 13,418 સામે આવી ચૂક્યા છે. જ્યારે અત્યાર સુધી 261 લોકો મોતને ભેટ્યા છે.

ગુજરાતમાં 14,056 કોરોના પોઝિટિવ કેસો છે, જેમાંથી 6412 સ્વસ્થ થઈ ગયા છે. જ્યારે 858 લોકો કોરોનાના કારણે મોતને ભેટ્યા છે. તમિલનાડુમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 16,277 છે, જેમાથી 111ના મોત થયા છે. આજ પ્રમાણે, મધ્ય પ્રદેશમાં અત્યાર સુધી 6665 લોકો કોરોના સંક્રમણનો શિકાર બન્યા છે, જેમાંથી 290 લોકો મોતને ભેટ્યા છે. ઉત્તર પ્રદેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 6268 છે. જ્યારે 161 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. બિહારની વાત કરીએ તો, અહીં 2587 કોરોના પોઝિટિવ કેસો નોંધાયા છે, જ્યારે 13 લોકોના મોત નીપજ્યા છે.

વિશ્વના ટોપ-10 દેશોમાં સામેલ ભારત
ભારતમાં કોરોના સંક્રમણની ઝડપ હવે ડરાવા લાગી છે. વિશ્વના સૌથી વધુ કોરોના દર્દીઓ ધરાવતા દેશોની યાદીમાં ભારત 10માં ક્રમે પહોંચી ગયું છે. ઈરાનને પાછળ છોડીને હવે ભારતમાં કુલ કોરોના સંક્રમિતોની સંખ્યા 1,38,845 થઈ ગઈ છે. જો કે, અમેરિકા, રશિયા, બ્રાઝીલ, સ્પેન, ઈટલી, ફ્રાન્સ, જર્મની અને તુર્કીની સ્થિતિ હાલ ભારત કરતાં પણ વધુ ખરાબ છે. જો કે ભારતમાં આજ ગતિએ કોરોનાના કેસો વધતા રહેશે, તો તે થોડા દિવસોમાં જ તુર્કી, જર્મની અને ફ્રાન્સને પાછળ છોડી દેશે.

કોરોના વાઈરસના કારણે વર્તમાન સ્થિતિમાં તમારા સુધી ન્યૂઝ પેપર પહોંચી રહ્યાં નથીતેવામાં દેશ-દુનિયાના અને ખાસ કરીને ગુજરાતના સમાચારો માટે તમે ગુજરાત એક્સક્લૂઝિવના ફેસબુક પેજને લાઈક કરી શકો છો અથવા વોટ્સએપ-ટેલિગ્રામ અને ટ્વિટર પર અમારા સાથે જોડાઇ શકો છો.

ઉદ્ધવ ઠાકરે સરકારના બીજા મંત્રી કોરોનાથી સંક્રમિત, અશોક ચવ્હાણનો રિપોર્ટ પોઝિટિવ