Gujarat Exclusive > દેશ-વિદેશ > કોરોના સંક્રમિતોની સંખ્યાએ તોડ્યા તમામ રેકોર્ડ, 24 કલાકમાં 6654 નવા કેસ નોંધાયા

કોરોના સંક્રમિતોની સંખ્યાએ તોડ્યા તમામ રેકોર્ડ, 24 કલાકમાં 6654 નવા કેસ નોંધાયા

0
309

નવી દિલ્હી: ભારતમાં કોરોના વાઈરસના સંક્રમિતોની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે અને દરરોજ સૌથી વધુ કેસોનો રેકોર્ડ બની રહ્યો છે. આજે પણ કોરોનાના પોઝિટિવ કેસોમાં અત્યાર સુધીનો સૌથી મોટો ઉછાળો જોવા મળ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઈરસના 6654 નવા કેસો નોંધાયા છે. જ્યારે આજ સમયગાળામાં કુલ 137 લોકોના મોત થયા છે.

આ અંગે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા પ્રમાણે, આજના આંકડાઓ ઉમેરવાની સાથે જ દેશમાં કોરોના વાઈરસથી સંક્રમિતોની સંખ્યા વધીને 1,25,101 થઈ ગઈ છે. જ્યારે કોરોનાના કારણે અત્યાર સુધી કુલ 3720 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

કોરોનાના કુલ 125101 કેસોમાંથી 69,597 એક્ટિવ કેસો છે. જ્યારે 45,299 લોકોને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે, એટલે કે તેઓ કોરોનાને હરાવીને સ્વસ્થ થઈ ચૂક્યાં છે. કોરોનાની સૌથી વધુ અસર મહારાષ્ટ્રમાં જોવા મળી રહી છે. જ્યા કોરોનાએ સૌથી વધુ 1517 લોકોનો ભોગ લીધો છે. તો ચાલો જાણીએ દેશના ટોપ-10 રાજ્યોમાં કોરોનાની શું છે સ્થિતિ?

 ક્રમ રાજ્ય કુલ કેટલા કેસો નોંધાયા? કુલ કેટલા લોકોના મોત?
1 મહારાષ્ટ્ર 44582 1517
2 બિહાર 2177 11
3 દિલ્હી 12319 208
4 ગુજરાત 13268 802
5 આંધ્ર પ્રદેશ 2709 55
6 મધ્ય પ્રદેશ 6170 272
7 રાજસ્થાન 6494 153
8 તમિલનાડુ 14753 98
9 ઉત્તર પ્રદેશ 5735 152
10 પશ્ચિમ બંગાળ 3332 265

કોરોના વાયરસના કારણે વર્તમાન સ્થિતિમાં તમારા સુધી ન્યૂઝ પેપર પહોંચી રહ્યાં નથીતેવામાં દેશ-દુનિયાના અને ખાસ કરીને ગુજરાતના સમાચારો માટે તમે ગુજરાત એક્સક્લૂઝિવના ફેસબુક પેજને લાઈક કરી શકો છો અથવા વોટ્સએપ-ટેલિગ્રામ અને ટ્વિટર પર અમારા સાથે જોડાઇ શકો છો.

લૉકડાઉનમાં પણ ભાડૂ ચૂકવવું જ પડશે, દિલ્હી હાઈકોર્ટનો આદેશ