Gujarat Exclusive > દેશ-વિદેશ > 24 કલાકમાં 6566 નવા કેસ અને 194ના મોત, દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1.58 લાખને પાર

24 કલાકમાં 6566 નવા કેસ અને 194ના મોત, દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1.58 લાખને પાર

0
158

નવી દિલ્હી: કોરોના વાઈરસના સંક્રમણને ફેલાતુ અટકાવવા માટે દેશ અને દુનિયાના મોટાભાગના વિસ્તારોમાં લૉકડાઉન સહિત અલગ-અલગ પ્રતિબંધો લાગૂ છે. જો કે હજુ સુધી કોરોના સંક્રમિતોની સંખ્યામાં કોઈ ઘટાડો જોવા નથી મળી રહ્યો. ભારતમાં પણ કોરોના વાઈરસા પોઝિટિવ કેસોમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 6566 નવા કેસ નોંધાયા છે. જ્યારે આ સમયગાળા દરમિયાન 194 લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. જે એક દિવસમાં મોતને ભેટનારા લોકોનો અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા અનુસાર, આ સાથે જ અત્યાર સુધી દેશમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 1,58,333 પર પહોંચી ગઈ છે. જ્યારે આ જીવલેણ બીમારીના કારણે અત્યાર સુધી દેશમાં કુલ 4,531 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

દેશના કુલ 1,58,333 કેસોમાંથી 67,692 લોકો સ્વસ્થ થઈ ચૂક્યા છે, જ્યારે 86,110 એક્ટિવ કેસો છે. કોરોનાના કારણે દેશમાં મહારાષ્ટ્ર સૌથી વધુ પ્રભાવિત રાજ્ય છે. જ્યાં કોરોનાના 57 હજાર કરતાં વધુ કેસો નોંધાઈ ચૂક્યાં છે, જેમાંથી 1897 લોકો મોતને ભેટ્યા છે. જ્યારે 1897 લોકો કોરોનાના કારણે મોતને ભેટ્યા છે.

જ્યારે તમિલનાડુમાં કુલ કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 18,545 છે. જેમાંથી 133 લોકોના મોત થઈ ચૂક્યા છે. જ્યારે દિલ્હીમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 15,257 છે, જેમાંથી 303 લોકોના મરણ નોંધાયા છે. ગુજરાતમાં કુલ કોરોના સંક્રમિતોની સંખ્યા 15,195 પર પહોંચી છે. જેમાં 938 લોકોના મરણ નોંધાયા છે.

આ સિવાય ક્યાં રાજ્યમાં કેટલા મરણ નોંધાયા?
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, મધ્ય પ્રદેશમાં 313, તેલંગાણામાં 63, આંધ્ર પ્રદેશમાં 58, કર્ણાટકમાં 47, ઉત્તર પ્રદેશમાં 182, પંજાબમાં 40, પશ્ચિમ બંગાળમાં 289, રાજસ્થાનમાં 173, જમ્મુ-કાશ્મીરમાં 26, હરિયાણામાં 18, કેરળમાં 7, ઝારખંડમાં 4, બિહારમાં 15, અસમમાં 4, હિમાચલ પ્રદેશમાં 5, ઓડિશામાં 7 અને મેઘાલયમાં 1 વ્યક્તિએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે.

કાશ્મીરમાં પુલવામા જેવો મોટો આતંકવાદી હુમલો ટળ્યો, સેનાએ વિસ્ફોટક ભરેલી કાર જપ્ત કરી