Gujarat Exclusive > ગુજરાત > સોરાષ્ટ્ર > રાજકોટમાં કોરોના બેકાબુ, 24 કલાકમાં 726 નવા કેસ અને 62 દર્દીઓના મોત

રાજકોટમાં કોરોના બેકાબુ, 24 કલાકમાં 726 નવા કેસ અને 62 દર્દીઓના મોત

0
40

રાજકોટ: સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં કોરોના સંક્રમણની ચેઈન તોડવા માટે આંશિક લૉકડાઉન, સ્વયંભુ બંધ અને રાત્રિ કરફ્યુનો અમલ કરવામાં આવી રહ્યો હોવા છતાં પોઝિટિવ કેસ અને મરણના આંકડામાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. એમાય ખાસ કરીને રાજકોટ જિલ્લામાં સ્થિતિ વધારે વિકટ બનતી જઈ રહી છે. છેલ્લા 24 કલાકમાં રાજકોટની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની સારવાર લઈ રહેલા 62 દર્દીઓ મોતને ભેટતા આરોગ્ય વિભાગ પર ચિંતિત બન્યું છે. જો કે મરણના આંકડાનો આખરી નિર્ણય ડેથ ઑડિટ કમિટી દ્વારા લેવામાં આવશે. Rajkot Covid Death

સ્વાસ્થ્ય વિભાગના આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં રાજકોટ નવા 726 પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. જેમાં શહેરી વિસ્તારના 593 અને ગ્રામિણ વિસ્તારમાંથી 133 નવા કેસ નોંધાયા છે. આમ નવા કેસ ઉમેરાવાની સાથે જ રાજકોટ જિલ્લામાં કુલ કોરોના સંક્રમિતોનો આંકડો વધીને 45,690 પર પહોંચી ચૂક્યો છે. જેમાંથી 4,687 એક્ટિવ કેસો છે.

આ પણ વાંચો:  ઉત્તર પ્રદેશમાં ફરીથી લંબાવાયું લોકડાઉન, હવે સોમવાર સુધી બધુ બંધ રહેશે Rajkot Covid Death

જણાવી દઈએ કે, સમગ્ર સૌરાષ્ટ્રમાં ગત એક સપ્તાહમાં 18,902 નવા કેસો નોંધાયા છે. જે પૈકી 2,816 કેસો તો માત્ર છેલ્લા 24 કલાકમાં જ નોંધાયા છે. જ્યારે આજ સમયગાળા દરમિયાન વધુ 213 દર્દીઓએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. Rajkot Covid Death

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat