Gujarat Exclusive > દેશ-વિદેશ > દેશમાં કોરોનાનો સૌથી મોટો કૂદકો, એક જ દિવસમાં 5611 નવા કેસ અને 140ના મોત

દેશમાં કોરોનાનો સૌથી મોટો કૂદકો, એક જ દિવસમાં 5611 નવા કેસ અને 140ના મોત

0
313

નવી દિલ્હી: જીવલેણ કોરોના વાઈરસ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહ્યો છે, જ્યારે ભારતમાં પણ તેનો પ્રકોપ દિન-પ્રતિદિન વધી રહ્યો છે. કોરોનાના સંક્રમણને ફેલાતું અટકાવવા માટે 31-મેં સુધી રાષ્ટ્રવ્યાપી લૉકડાઉન લાગૂ કરવામાં આવ્યું હોવા છતાં કોરોના કાબૂ નથી મેળવી શકાયો. ભારતમાં કોરોના વાઈરસના કેસોમાં એક દિવસમાં અત્યાર સુધીનો સૌથી મોટો ઉછાળો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાઈરસના 5,611 નવા કેસો નોંધાયા છે, જ્યારે આજ સમયગાળામાં 140 લોકોના મોત થયા છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી રજૂ કરવામાં આવેલા આંકડા પ્રમાણે, દેશભરતમાં કોરોના વાઈરસના કેસો વધીને હવે 1,06,750 પર પહોંચી ગયા છે. જ્યારે કોરોનાના કારણે અત્યાર સુધી 3,303 લોકો મોતને ભેટ્યા છે.

કોરોનાના કુલ 1,06,750 કેસોમાંથી 61,149 કેસ એક્ટિવ છે, જ્યારે 2,297 લોકો સ્વસ્થ થયા બાદ તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.

કોરોના વાઈરસનો સૌથી વધુ પ્રકોપ મહારાષ્ટ્ર, ગુજરાત અને તમિલનાડુમાં જોવા મળી રહ્યો છે. જ્યાં દરરોજ કોરોના સંક્રમિતોની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. તો ચાલો જાણીએ દેશના ટોપ-10 રાજ્યોમાં કોરોનાની શું છે સ્થિતિ?

 ક્રમ રાજ્ય કુલ કેટલા કેસો નોંધાયા? કુલ કેટલા લોકોના મોત?
1 મહારાષ્ટ્ર 37136 1325
2 બિહાર 1500 9
3 દિલ્હી 10554 168
4 ગુજરાત 12140 719
5 આંધ્ર પ્રદેશ 2532 52
6 મધ્ય પ્રદેશ 5465 258
7 રાજસ્થાન 5845 143
8 તમિલનાડુ 12448 84
9 ઉત્તર પ્રદેશ 4926 123
10 પશ્ચિમ બંગાળ 2961 250

કોરોના વાયરસના કારણે વર્તમાન સ્થિતિમાં તમારા સુધી ન્યૂઝ પેપર પહોંચી રહ્યાં નથીતેવામાં દેશ-દુનિયાના અને ખાસ કરીને ગુજરાતના સમાચારો માટે તમે ગુજરાત એક્સક્લૂઝિવના ફેસબુક પેજને લાઈક કરી શકો છો અથવા વોટ્સએપ-ટેલિગ્રામ અને ટ્વિટર પર અમારા સાથે જોડાઇ શકો છો.

 

કોરોનાથી કેટલા મોત? કેજરીવાલ સરકારે મ્યુન્સિપલ કમિશનરો પાસે અંતિમ સંસ્કારની વિગતો માંગી